તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રા:ભરૂચ જિલ્લામાંથી પસાર થતી દાંડીયાત્રાએ 80 વર્ષ પૂર્વેની યાદોને તાજી કરાવી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 12મી માર્ચે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રા હાલમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહી છે. દાંડી યાત્રાના રૂટ પર ફરી ગુરૂવારે આમોદ તાલુકાના સમનીથી ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવી પહોંચી હતી. જ્યાં દાંડી યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડીયાત્રાની સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પણ વ્યવસ્થાના ભાગરૂપે સાથે જોડાયું છે. યાત્રિકો માટે ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

દાંડી યાત્રા ભરૂચ જિલ્લામાં જ્યાંથી પસાર થઈ રહી છે ત્યાં ગ્રામજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1930માં નીકળેલી યાત્રાની માફક જ આ વખતે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાવાસીઓ પણ જાણે દેશભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યા છે. 80 વર્ષ પૂર્વે દાંડીયાત્રાના સાક્ષી બનેલા કેટલાંય લોકો પણ તેમાં ઉત્સાહ સાથે જોડાયા છે. ગુરૂવારે આ યાત્રા સમની ગામેથી નીકળી ત્રાલસા તરફ આગળ વધી રહી હતી તે સમયે ગૌરાંગ દત્ત દ્વારા લેવાયેલી આ તસવીર અદ્દલ 80 વર્ષ જૂની દાંડીયાત્રાને જીવંત બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો