આમોદ તાલુકાના સરભાણ ગામનું માટી કૌભાંડ ખૂબ ગાજ્યું છે. ગામતળાવ, તલાવડી તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું. જે બાબતે ગામના જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા સરભાણ ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો હતો. માટીચોરી કૌભાંડ થયું હોવાનો તપાસ અહેવાલ ગાંધનગર રજૂ થતાં આખરે જવાબદારો સામે આમોદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગત એવી છે કે, સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનની માટી વધુ પડતી ખોદીને એજન્સીઓને આપી દેવાતા માટી ચોરોએ ગામ તળાવને નર્કાગાર બનાવી દીધું હતું.તેમજ જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તો વાંતરસા ગામે આજ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમે નોંધ્યું હતું.
ટીમના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યા હતા. જેના પગલે આમોદ તાલુકા વિકાસ અધિકારી સમીર મોજણીદારે સમગ્ર કૌભાંડ મામલે કસુરવારો સામે તપાસ કરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ટીડીઓએ નોંધાવેલી ફરિયાદમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી કે પાસ પરમીટ વિના સર્વે નંબર 665 (જૂનો સર્વે નંબરઃ 1664) વાળી જગ્યામાંથી 4573.82 મેટ્રિક ટન માટી જેની કિંમત 8 લાખ રૂપિયાનું ગેરકાયદે ખનન કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
કોન્ટ્રાક્ટરને અગાઉ ખાણ ખનીજ વિભાગે પણ નોટિસ આપી હતી
સરભાણ ગામના અતુલ પટેલે 4 એપ્રિલ 2021ના રોજ ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ થતાં ગામ તળાવ સર્વે નંબર 8માં 150880 મેટ્રીક ટન, ગૌચરની જમીનમાં 4583.82 મેટ્રીક ટન તથા ગામ તલાવડીમાં 89.680 મેટ્રીક ટન કુલ મલી 245144 મેટ્રીક ટન સાદી માટીનું ખોદકામ થયું હોવાનું ફલિત થયું હતું. જે સંદર્ભે બિન અધિકૃત માટી ખોદકામ અને પર્યાવરણ નુકશાનીના વળતર પેટે કુલ 5,93,58,180નો આકરો દંડ વસૂલવા ઉત્તમ પટેલને નોટીસ ફટકારી હતી.

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.