તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નજીવા મુદ્દે થયેલી તકરારમાં પિતરાઇએ ભાઇનું ઢીમ ઢાળ્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જંબુસર તાલુકાના મગણાંદ ગામે બનેલી ઘટના
  • માથામાં લાકડાનો સપાટો મારતાં ગંભીર ઈજાઓ થઇ હતી

જંબુસર તાલુકામાં આવેલાં મગણાંદ ગામે સાસુ-વહુ વાતો કરી રહી હોવા જેવી નજીવી બાબતે તકરારમાં પિતરાઇ ભાઇએ ઝઘડો કરતાં મામલો ગરમાયો હતો. પિતરાઇ ભાઇએ તેના ભાઇના માથામાં લાકડાનો સપાટો મારી દેતાં તેનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર તાલુકાના મગણાંદ ગામે નવીનગરી વિસ્તારમાં રેહતી પાર્વતી ગોવિંદ પાટણવાડિયા પોતાના ઓટલા પર બેસી બાજુના ઘરમાં જ રહેતાં તેમના સાસુ સાથે વાતચિત કરી રહ્યાં હતાં. તે વેળાં તેની સાસુનો પૌત્ર અક્ષય ઇશ્વર પાટણવાડિયા ત્યાં આવી પહોંચી તેની દાદીને તું કેમ મોટીમા સાથે વાતો કરે છે તેમ કહેતાં પાર્વતિએ જણાવ્યું હતુ કે, તેઓ સાસુ-વહું છે તો વાતો કરીએ તેમા તને શું તકલીફ છે.

જેના પગલે અક્ષયે ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી લાકડાનો સપાટો લાવી તેની મોટી મા પાર્વતિને મારી ઇજા પહોંચાડતાં પાર્વતિનો પુત્ર વિષ્ણુ તહીં આવતી જતાં તે તેમને છોડાવવા વચ્ચે પડતાં અક્ષયે વિષ્ણુના માથામાં સપાટો મારી દેતાં તેને ગંભીર ઇજાઓ થતાં જંબુસર સરકારી દવાખાનામાં ખસેડાયો હતો. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...