તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પરીએજ ગામે મહિલા સહિત 3 જણાએ દંપતીને માર માર્યો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાદી કાપતી વેળા પાઉડર ઘરમાં આવતા ઝડઘડો થયો
 • જાનથી મારી નાખવાની ધમકી આપતા 3 સામે પોલીસ ફરિયાદ

ભરૂચના પરીએજ ગામે મોટી મસ્જિદવાળા ફળિયામાં લાદીનો પાડઉડર ઘરમાં આવવા મુદ્દે ઝઘડો થતા મહિલા સહિત ત્રણ લોકોએ દંપતીને માર માર્યો હતો. મારી નાખવાની ધમકી આપતા ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પરીએજ ગામના મોટી મસ્જિદવાળામાં રહેતા ઇમરાન યાકુબ વ્હોરા પટેલ સિલાઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.મંગળવારે સવારે તેઓ ઘરે હતા તે દરમિયાન ઇરફાન જોખમાના મકાનનું લાદી બેસાડવાનું કામ ચાલતું હતું.

કારીગર લાદી મશીનથી કાપતી વેળા પાવડર ઉડીને ઇમરાન પટેલના ઘરમાં આવતો હતો. જેથી તેઓએ કારીગરને લાદી જરા દુરથી કાપવા જણાવ્યું હતું. ત્યારે ઇરફાન ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યો હતો અને લાદી તો અહીં જ કપાશે તારાથી જે થાઇ તે કરી લેજે તેવુ કહ્યું હતું. ઇરફાનનો ભાઇ અલ્તાફ જોખમા અને તસ્લીમા ઇરફાણે મને ગાળો બોલાવા લાગ્યા હતા. જેથી ગાળો ન બોલાવાનું કહેતા ઇરફાન લાકડીથી મારા પર હુમલો કર્યો હતો તેના ભાઇ અલ્તાફ જોખમાએ પણ માર માર્યો હતો.

ઇમરાનની પત્ની મહેરુનીશા છેડાવવા વચ્ચે પડતા તસ્લીમાએ મારી પત્નીને ઢીકાપાટુનો માર્યો હતો. ઇરફાન અને અલ્તાફ જોખમાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇમરાન પટેલે ત્રણ હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો