વિવાદ:ટ્રેક્ટર મુકવાના નજીવા મુદ્દે દંપતીનો યુવાન પર હુમલો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ તાલુકાના કરેણા ગામે બનેલી ઘટના

આમોદ તાલુકાના કરેણા ગામે રહેતાં એક શખ્સ સાથે ટ્રક્ટર ઉભુ રખવાના મુદ્દે ફળિયામાં રહેતાં એક દંપતિએ ઝઘડો કરી તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી આસપાસના લોકોએ તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આમોદ તાલુકામાં આવેલાં કરેણા ગામે સ્વામીનારાયણ ખડકીમાં રહેતો કેતન રમેશ પટેલ તેના ઘરે હતો. તે વેળાં સવારના સમયે તેમના ફળીયામાં રહેતાં સુનિલ મુળજી ભટ્ટ તેમની ક્રેટા કાર લઇને ફળિયામાં આવી રહ્યાં હતાં.દરિયાનમા તેમને સુનિલ મુળજી ભટ્ટ તેના ઘરે હોઇ તેણે સુનિલને તમારૂ ટ્રેક્ટર અહીં કેમ મુકો છો તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં.

મામલો ગરમાતાં સુનિલે કેતન સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં સુનિલની પત્ની ત્યાં આવી પહોંચતાં દંપતિએ એકસંપ થઇ તેની સાથે ઝપાઝપી કરી હતી. સુનિલે નજીકમાં પડેલી ઇંટ છુટ્ટી મારી દેતાં કેતને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...