સાઈકલ રેલી:પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્ય સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા દેશની સૌથી લાંબી સાઈકલ યાત્રા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GJ 16 પેડલર્સ અને ભરૂચ સાઈકલિસ્ટ એસો.ના સંયુક્ત ઉપક્રમે સાઈકલ રેલી યોજાઈ

રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા ઈંડીયન મેડીકલ એસોસીએશન ભરૂચ, આરસીસી ભરૂચ, રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ, ઈંટરેકટ ક્લબ ઓફ ભરૂચ, GJ 16 પેડલર્સ અને ભરૂચ સાયકલીસ્ટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે એક સાયકલ રેલીનું આયોજન એમ. આઈ. પટેલ રોટરી યુથ સેંટરથી બોરભાઠા બેટ (અંકલેશ્વર) સુધી કરાયું હતું.

પર્યાવર્ણ અને સ્વાસ્થ્ય અંગે જાગરુત્તા લાવવાનાં હેતુંથી આ રેલીનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરાયું હતું. આ રેલી માં બાળકો થી લઈને મોટી વય નાં પેડલીસ્ટ મળી આશરે ત્રણ સો જેટલા પેડલીસ્ટ એ ભાગ લઈ આનંદ અને જાગ્રુત્તા સાથે 10 કિલોમીટરની મજા માણી હતી.

આ રેલી માં “પર્યાવરણ બચાવો “ ના હેતું થી ગીનીસ બુક ઓફ વર્લડ રેકાર્ડમાં સ્થાન મેળવવામાં એક દેશમાં સાથી લાંબી સાયકલ યાત્રા કરવાનાં ધ્યેયથી રોટ્રેકટ ક્લબ ઓફ બેંગલોર RID 3190 ના બે રોટ્રેકટર્સ રો. ધનુષ અને રો. હેમંતએ અમારી સાથે આ રેલીમાં જોડાયા હતા. આ રેલીના મુખ્ય આધાર શ્રીજી સાયકલ અને નયુટ્રીલાઈફ ઓરગેનીક હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચનાં પ્રમુખ રો. ડો. વિક્રમ પ્રેમકુમાર, સેકરેટરી રો. રચના પોદદાર તથા ઈવેન્ટ ચેરમેન રો. રાહીલ પટેલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...