તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્માણ:નર્મદા નદી પર દેશના પ્રથમ 8 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજની કામગીરી 90 ટકા પૂર્ણ

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 2023 માં કાર્યરત થતા નેશનલ હાઇવે પર ટ્રાફિક 60 % ઓછો થશે
  • રૂ. 250 કરોડના કેપેક્ષથી અશોક બિલ્ડકોન દ્વારા 27 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં નિર્માણની કામયગીરી પૂર્ણ થશે

ભરૂચ નજીક નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણના આજે 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેન્ડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે અશોક બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જૂન-2021 સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામેલા દેશના સૌથી લાંબા એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજના 7 માર્ચ 2021 ના રોજ 4 વર્ષ પૂર્ણ થયાં છે. હવે નર્મદા નદી પર જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે નિર્માણ થઈ રહેલો 8 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ ઇતિહાસ સર્જવા જઇએ રહ્યો છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમિટરના સેક્સનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનામાં રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. સેટલમેન્ટ બોક્સ ગર્ડર ટેકનોલોજી આધારિત બંને તરફ 4-4 લેનના બ્રિજની 1 લેનાં પહોળાઇ 21.25 મીટર છે. આ પુલ હાઇટેક કેબલ બ્રીજ, જે વાયડક શેપમાં 16 ટાવર (પાઇલોન) પર ઉભો કરાઇ રહ્યો છે. આ પુલ ભરૂચનું નહીં પરંતુ સમગ્ર દેશને ફાસ્ટ ટ્રેક પર લાવી દેશે.

દિલ્હી - મુંબઈ એકસ્પ્રેસ વેની વિશેષતાઓ પર ઉડતી નજર

  • દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો 1,320 કિલોમીટરના રોડ હશે. બન્ને મહાનગરો વચ્ચે મુસાફરીની સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થશે.
  • 5 રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
  • આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોની પણ ઉત્તમ જોડાણ આપશે.
  • પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એશિયાનો આ પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે પ્રાણી ઓવર પાસ ઉપર બનાવાઇ રહ્યો છે.

બ્રિજના નિર્માણમાં વપરાયેલ મટિરિયલ્સ
- 17800 MT સ્ટ્રક્ચર સ્ટીલ
- 30000 MT રેનફોર્સસમેન્ટ
- 3000 MT HT સ્ટ્રેન્ડ
- 700 MT એક્સ્ટ્રા ડોઝ કેબલ
- 168000 ક્યુબિક મીટર કોન્ક્રીટ

બ્રિજની સુંદરતા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની લાઈટીંગ વ્યવસ્થા કરાશે
કુકરવાડા પાસે નર્મદા નદી પર બની રહેલો બ્રિીજ હાઇટેક અને આકર્ષક બનશે. આ બ્રિજની સુંદરતામાં ઓર વધારો થાય તે માટે સૂચન કરાતા ઇન્ટરનેશનલ સ્ટાર્ન્ડડ મુજબ લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવનાર છે. જે લાગ્યા બાદ બ્રીજની રોનક વધશે.

NH 48 કેબલ બ્રિજ પર એક્સપ્રેસ વે 8 લેન કેબલ બ્રિજના કારણે ટ્રાફિક 60 ટકા ઘટશે
ભરૂચ ને.હા. નંબર 48 ઉપર કેબલ બ્રિજ હાલ 4 લેન છે, હવે એક્સપ્રેસ વજે પર 8 લેન કેબલ બ્રિજ બનતા ઉત્તર ભારત, દિલ્હી, અમદાવાદ તરફથી આવતા વાહનો એક્સપ્રેસ વજે પરથી સીધા સુરત-મુંબઈ તરફ નીકળી જશે. જેના કારણે NH 48 પર ટ્રાફિક ભારણ 60 % જેટલું હળવું થઈ જશે.

ભારતના પહેલા 8 લેન કેબલ બ્રિજની આંકડાકીય માહિતી
2.22 KM એક્સ્ટ્રા ડોઝ બ્રીજની કુલ લંબાઇ
21.25 મીટર પહોળાઇ (એક તરફ 4 લેનમાં)
1020 એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ...
400 અને 600 મીટરના બન્ને તરફ વાયડક...
48 મીટર બ્રીજના સ્પાનની લંબાઈ...
16 વાય શેપના પાઇલોન (ટાવર)...
13 મી ચેકથી ટાવરોની ઉંચાઇ.33 મી જમીનથી...
216 પીળા કેબલ 8 સ્પાનને સંભાળશે...
25 થી 40 મીટર 1 કેબલની લંબાઇ...
1 પીળા કેબલમાં 31થી 55 કેબલ (15.2 એમએમનાં)..
1100 ટન 1 કેબલની ભાર વહન કરવાની ક્ષમતા...
100 વર્ષ એક્સ્ટ્રા ડોઝ બ્રિજની ડિઝાઇનરનું આયુષ્ય.
250 કરોડ રૂપિયા એક્સ્ટ્રા ડોઝ બ્રિજનો કુલ ખર્ચ...
2018 ડિસેમ્બરમાં બ્રીજની કામગીરીની શરૂઆત થઇ
2021 જૂને દેશનો સૌ પ્રથમ 8 લેન બ્રિજ પૂર્ણ થશે...
90 ટકા કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ..

અન્ય સમાચારો પણ છે...