• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Country's First 8 lane Dose Cable Bridge, Under The Vadodara Mumbai Expressway Project Cost Rs. Construction Of Narmada River Bridge At A Cost Of 250 Crores

એન્જિનિયરિંગ માર્વેલ:ભરૂચમાં દેશનો પ્રથમ 8 લેન ડોઝ કેબલ બ્રિજ, વડોદરા-મુંબઇ એકસપ્રેસ વે પ્રોજેક્ટ હેઠળ 250 કરોડના ખર્ચે નર્મદા નદી બ્રિજનું નિર્માણ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા નદી પર વડોદરા– મુંબઇ એકસપ્રેસ હાઇવે પર દેશના પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ભરૂચની નર્મદા નદી પર અગાઉ નવા સરદારબ્રિજની બાજુમાં ફોર લેન કેબઇ સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ એકસપ્રેસ હાઇવેના નિર્માણ પાછળ આશરે 98 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આ એકસપ્રેસ હાઇવેને ગ્રીનફીલ્ડ હાઇવે તરીકે ઓળખ અપાઈ છે. હવે મુંબઇથી દીલ્હી માત્ર 12 થી 13 કલાકમાં જ પહોંચી શકાશે. 8 લેન ગ્રીનફીલ્ડ એકસપ્રેસ હાઇવેની કામગીરી તારીખ 9મી માર્ચ 2019ના રોજથી શરૂ કરાઈ હતી. વડોદરાથી અંકલેશ્વર વચ્ચેના સેકશનની કામગીરી પુર્ણતાના આરે છે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. બ્રિજના નિર્માણ પાછળ આશરે 250 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

  • નવા બ્રિજની કુલ લંબાઇ: 2.22 KM
  • એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ : 1020
  • પહોળાઇ: 21.25 મીટર (એક તરફ 4 લેનમાં)
  • બન્ને તરફ વાયડક : 400 અને 600 મીટરના
  • સ્પાનની લંબાઈ : 48 મીટર
  • 1 કેબલની ભાર વહન ક્ષમતા : 1100 ટન
  • બ્રિજનો કુલ ખર્ચ : 250 કરોડ​​​​​​​
  • બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય: ​​​​​​​100 વર્ષ
અન્ય સમાચારો પણ છે...