તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવાદાર પાલિકા:પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા નિગમને રૂપિયા 25.86 કરોડમાંથી પાણીનો એકપણ રૂપિયો ચૂકવ્યો નથી

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ નગરપાલિકા મકાન દીઠ રૂા.900 પાણી વેરો વસૂલે છે તે ક્યાં જાય છે : નિવૃત્ત ઇજનેર
 • પાણીના ટેક્સની વસૂલાત કરતા તેનો ખર્ચ વધારે થાય છે : પ્રમુખ

ભરૂચ નગરપાલિકાએ નર્મદા નિગમને છેલ્લા પાંચ વર્ષમાં પાણીનો એક પણ રૂપિયો નહીં ચુકવતા નગરપાલિકાના માથે પાણીનું દેવું 25.86 કરોડ થયું હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના જાગૃત નાગરિક બિપીનચંદ્ર જગદીશવાલાએ પાણીનો મુદ્દો ઉઠાવી નગરપાલિકા દ્વારા દર વર્ષે મકાન દીઠ પાણી વેરાના રૂપિયા 900 વસૂલવામાં આવે છે તે ક્યા જાય છે તેવો પ્રશ્ન ઉઠાવી શાસકપક્ષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

લોકો પાસેથી ઉઘરાવાતો વેરો અને સરકારી ગ્રાન્ટ છતાં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ
ભરૂચ નગરની પાણીની જરીરીયાત માટે પાલિકા દ્વારા માતરિયા તળાવની મીઠા પાણીની યોજના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. આયોજનામાં નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પાણી લાવી તેણે માતરીયા તળાવમાં સ્ટોરેજ કરવાનું આયોજન કરાયું હતું. આ પાણીને અયોધ્યા નગર સ્થિત ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી શહેરી જનોને પૂરું પડાય છે. કેનાલમાંથી પાણી લેવા સામે પાલિકાએ દર મહીને નર્મદા નિગમને રૂપિયા 50 લાખ ચુકવવા પડે છે. જોકે નગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા નિગમને પાણીના બીલ પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નહીં હોવાના આક્ષેપો કરાઈ રહ્યાં છે. ભરૂચના નિવૃત્ત ઇજનેર બિપીનચંદ્ર જગદીશવાલાએ પાણીનો મુદ્દો ઉઠાવી જરૂરી આધાર પુરાવા સાથે સોમવારના રોજ પાલિકાના માથે પાણીનું દેવું રૂપિયા 25.86 કરોડ હોવાનો આક્ષેપ કર્યો છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે મકાન દિઠ રૂપિયા 900 વસુલવામાં આવે છે જે ક્યા જાય છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે અગાઉ પણ ગુણવત્તા વિનાના રસ્તાઓ બાબતે પાલિકા સામે જંગ છેડ્યો હતો. પાલિકા સામે તેમને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેમાં પાલિકા તંત્રએ બે-ત્રણ મહિનામાં વિકાસના કામો પુરા કરવાની બાહેધરી આપી હતી તેમાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોવાનો દાવો કર્યો હતો. અને પાલિકા સામે તેમને હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન પણ દાખલ કરી હોવાનો દાવો કર્યો હતો. હવે જ્યારે પાલિકાની ચુંટણી સામે આવીં રહી છે ત્યારે એક વખત બિપીનચંદ્ર પાણીનો મુદ્દો લઈને મેદાનમાં આવ્યા છે. અને પાલિકાના ગેર વહીવટના કારણે ભરૂચની પ્રજાના માથે પાણીના બીલના રુપિયા 25.86 કરોડનું દેવું થયું હોવાનો આક્ષેપ તેમને કર્યો છે.

14મા નાણા પંચની ગ્રાન્ટ વાપરવા પર પ્રતિબંધ લાદતા મુશ્કેલી સર્જાઇ
નગરપાલિકામાં પાણીના વેરાની આવક કરતા શહેરને પાણી પૂરું પાડવાનો ખર્ચ વધુ આવે છે. પાણીના ખર્ચ પેટે દર મહિને પાલિકાને 83 લાખનો ખર્ચ થાય છે. જેમાં નર્મદા નિગમને દર મહિને રૂા.50 લાખ ચુકવવા પડે છે. પહેલા 14માં નાણાપંચની ગ્રાન્ટને સ્વભંડોળમાં વાપરી શકાતી હતી.પરંતુ સરકારે 14મા નાણાપંચની ગ્રાન્ટ સ્વભંડોળમાં વાપરવા પર પ્રતિબંધ ફરમાવતા મુશ્કેલીઓ ઉભી થઇ છે.ભરૂચને નર્મદા કેનાલમાંથી વિનામૂલ્યે પાણી મળે માટે સરકારમાં પત્ર લખી રજૂઆત કરી હોવાનો પણ દાવો કર્યો હતો. - સુરભી તમાકુવાલા, નગરપાલિકા પ્રમુખ

પાણીના રૂપિયા ઉઘરાવી જમા ન કરાવી પાલિકાએ છેતરપિંડી કરી
પાલિકા ટેક્સોમાં વધારો કર્યા બાદ પણ આજે પાલિકા કરોડમાં દેવાદાર બની છે.ટેક્સોની મોટી રકમો ઉઘરાવીને પણ શહેરીજનોને સુવિધાઓ આપવામાં શાસક પક્ષ નિષ્ફળ નીવડ્યું છે. કરોડોનો બોઝો છે પાલિકા પર સરકારમાંથી કરોડોની ગ્રાંટો આવવા છતાં પણ ગ્રાંટો નહીં વાપરાતા તે ગ્રાંટો ધૂળ ખાય છે.જે અંગે પણ અમે લોકો અવાર-નવાર પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆતો કરી છે.વધુમાં પાલિકાએ લોકોને રોજગારી અને આવક મળે તેનું આયોજન કર્યું નથી.પાલિકાએ પાણીના રૂપિયા ઉઘરાવી તે જમા ન કરાવીને પ્રજા સાથે છેતરપિંડી કરી છે. - સમસાદઅલી સૈયદ,વિપક્ષ પ્રમુખ, નગરપાલિકા,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો