આશ્વાસન:યુક્રેનમાં ફસાયેલા ભરૂચના છાત્રોના પરિવારની કલેક્ટરે મુલાકાત લીધી

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે યુક્રેનમાં ફસાયેલી ક્રિમા ગાંધી સાથે વીડિયો કોલથી વાત કરી
  • પતિ વિદેશમાં હોય એકલા પડેલા પારૂલબહેનને પુત્રીની સુરક્ષાનું આશ્વાસન

યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા વિદ્યાર્થીનીના પરિવારની કલેકટરશ્રી તુષાર સુમેરાએ આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા વિદ્યાર્થીઓ અંગે જાત માહિતી મેળવી હતી. આજ રીતે અન્ય અધિકારીઓએ પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કલેકટર તુષાર સુમેરા તથા નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ ધ્વારા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા ઉમેશભાઇ જયકિશનદાસ ગાંધીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમની પુત્રી ક્રિમા ગાંધી વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. દિકરીના પિતા ઉમેશ ગાંધી કે જેઓ દુબઇ છે અને તેઓની માતા પારૂલબેન ઉમેશ ગાંધીએ દિકરી વિશે માહિતી આપી હતી. દિકરી હાલ રોમાનીયા છે એરપોર્ટ પર વેઇટ કરે છે. આ વેળાએ કલેકટર તુષાર સુમેરાએ દિકરી ક્રિમા ગાંધી સાથે વિડીયો કોલ ધ્વારા વાતચીત કરી હતી.

કલેક્ટરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે.

અન્ય સમાચારો પણ છે...