દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે શ્રમ અને રોજગાર મંત્રી દીલિપકુમાર ઠાકોરે અનોખી સંવેદન પ્રગટ કરી હતી. દેશમાંથી અંગ્રેજોને ભગાડવા, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવી અને દેશબાંધવોને તેમના સ્વતંત્ર્ય દેશમાં જીવવાનો હક અપાવવો આ એકમાત્ર ધ્યેય સાથે આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ મેદાનમાં કુદી પડયા હતા.અંગ્રેજોની લાકડીઓ ખાધી,ઉપવાસ કર્યા, જેલવાસ ભોગવ્યો, ઘરસંસારની ચિંતા છોડી દેશ માટે લડયા તેવા આ દેશના ઘડવૈયા, લડવૈયાઓને દેશ તેના સ્વાતંત્ર્યના 75માં વર્ષે યાદ કરી રહ્યો છે.
જેના ભાગરૂપે ભરૂચ શહેરના તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલી અવધપુરી સોસાયટીમાં રહેતાં અરવિંદ અંબાલાલ પંડ્યા અને લલ્લુભાઈના ચકલા પાસે કેસુરમામાના ચકલામાં રહેતાં કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદાર આ બન્ને સ્વતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને શ્રમ અને રોજગાર મંત્રી દીલિપકુમાર ઠાકોરે સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.મંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સુત્તરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.આ સમયે ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.