રાજકારણ:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભૂલ થાય તો લાફો ન મારતા, ભાજપના કાર્યકરોએ વિરોધ કરનારા AIMIMના બે કાર્યકરોને તમાચા ઝીંકી લાતો મારી

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસની હાજરીમાં ભાજપના આગેવાનોની દાદાગીરી. - Divya Bhaskar
પોલીસની હાજરીમાં ભાજપના આગેવાનોની દાદાગીરી.
  • ભરૂચ સિવિલમાં સ્થપાયેલા 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
  • CMના કાર્યક્રમ વેળા વિરોધ કરનાર AIMIMના બે કાર્યકરની અટકાયત, કાર્યક્રમ પુર્ણ થયા બાદ છોડી મૂક્યા

પીએમ કેર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાપિત કરાયેલાં 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર ભરૂચમાં આવ્યાં હતાં. પ્લાન્ટના લોકાર્પણ બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોન વોરિયર્સનું સન્માન અને અંક્લેશ્વર રેવન્યુ ક્વાટર્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ વેળાં ભાષણમાં સીએમ ભુપેન્દ્ર પટેલે કોઇ ભુલ થાય તો લાફો ના મારતાં પણ શિખવજો અમે શીખીશું તેમ કહીં લોકોના મન જીત્યાં હતાં. ત્યાં કાર્યક્રમ ટાણે કલેક્ટર કચેરી સામે AIMIM ના બે કાર્યકરોએ વિરોધ કરવા જતાં પોલીસે અટકાવતાં ભાજપના બે નેતાઓએ તેમને તમાચા ઝીંકી લાતો મારી હતી.

કોરોનાકાળમાં ઓક્સિજનની અછત એક મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો હતો. જેના નિરાકરણ માટે દેશમાં મોટી સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ધાર પીએમ મોદીએ કર્યો હતો. જેના ભાગરૂપે ભરૂચ સહિત રાજ્યમાં 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું આજે લોકાર્પણ કરાયું હતું. ભરૂચમાં સિવિલ હોસ્પિટલ ખાતેના પ્લાન્ટને સીએમના હસ્તે શરૂ કરાયો હતો. જે બાદ પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે કોરોના મહામારીમાં ગામોમાં 100 ટકા વેક્સિનેશન પુર્ણ કરનારા સરપંચો અને કોરોના વોરિયર્સ અને મેડિકલ સ્ટાફના કર્મીઓનું સન્માન કરાયું હતું.

વિરોધ પ્રદર્શન કરતા લોકોને પોલીસે અટકાવ્યા
મુખ્યમંત્રીની કાફલો કલેક્ટર કચેરી સામેથી પસાર થતી વેળાં AIMIM ના બે કાર્યકરોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે તેમને અટકાવી ડિટેઇન કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે, તે સમયે ભાજપના કાર્યકરોએ દોડી આવી તેમને તમાચા અને લાત મારી હતી.

અન્ય સમાચારો પણ છે...