તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:CM એકેડમીએ વાલીઓની માફી માંગી છાત્રોને પરીક્ષા આપવાની મંજૂરી આપી

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલી-NSUIએ ચંદ્રબાલા મોદી એકેડમી પર હલ્લાબોલ કર્યો હતો

રાજ્યભરમાં સોમવારથી શાળા-કોલેજો ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પુનઃશરૂ થઇ છે. શાળાઓ શરૂ થયાના બીજા જ દિવસે અંકલેશ્વર-વાલીયા રોડ પરની ચંદ્રબાલા મોદી એકેડમી ખાતે વાલીઓ અને ભરૂચ એનએસયુઆઇના પ્રમુખ યોગેશ પટેલ સહિતના કાર્યકરોએ શાળા ખાતે હલ્લાબોલ કર્યો હતો. આખા દિવસની માથાકુટ બાદ મોડી સાંજે શાળા સંચાલકોએ વાલીઓને માફીનામુ લેખિતમાં આપ્યુ હતુ. અને ફી બાકી હોવાથી પરીક્ષામાંથી બાકાત રાખેલા વિદ્યાર્થીઓને ફરી બુધવારથી ફરી પરીક્ષા આપવા દેવા માટે મંજૂરી આપી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવાની જાહેરાત કરીને તેમને માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ વાલીઓ અને એનએસયુઆઇએ કર્યો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવાની કરતૂત બીજી વખત ન થાય તેની શાળાએ ખાતરી આપી છે.

15 જાન્યુઆરી સુધીમાં શાળાએ ફી સ્ટ્રક્ચર જાહેર કરવા માટે વાલીઓને બાહેધરી આપી
વાલીઓએ ટ્યુશન ફીમાં અન્ય ફી ઉમેરીને વસૂલતા હોવાની સ્પષ્ટતા કરી હતી. જેને સંદર્ભે વાલીઓએ શાળા પાસે ફી સ્ટ્રક્ચરની માંગણી કરી હતી. જોકે શાળાએ 6-7 કલાક વીતી ગયા છતાં વાલીઓને મંગળવારે ફી સ્ટ્રક્ચર આપ્યુ ન હતુ. શાળાએ 15 જાન્યુઆરી સુધીમાં વાલીઓ સુધી પહોંચવાની અને એફઆરસીની ગાઇડલાઇન મુજબ લેખિત બાહેદરી આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser