વરસાદનું આગમન:ભરૂચમાં મેઘાની મહેર થતાં ગરમીમાં શેકાઇ રહેલા શહેરીજનોને ટાઢક વળી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુશળધાર વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા. - Divya Bhaskar
મુશળધાર વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા.
  • ગણેશ વિસર્જન પહેલાં વરસાદનું આગમન : દિવસભર વાદળો રહ્યા, સાંજે વરસ્યાં

ભરૂચ જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદે વિરામ લેતાં પંથકમાં ભારે ઉકળાટ અને બફારાનું વાતાવરણ સર્જાતાં લોકો પરેશાન થઇ ગયાં હતાં. બપોરના સમયે લોકો પરસેવેથી રેબઝેબ થઇ રહ્યાં હતાં. ત્યાં સાંજના સમયે જિલ્લામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસતાં અંક્લેશ્વરમાં 2 અને વાલિયામાં 1 ઇંચ વરસાદ વરસયો હતો. જયારે ભરૂચ, હાંસોટ, ઝઘડિયા અને વાગરા તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ થતા આખરે બફારા અને ઉકળાટથી રાહત મળી હતી.

ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે 103 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને છેલ્લાં કેટલાંક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસવા છતાં જિલ્લામાં હજી ઠંડકનો અનુભવ થઇ રહ્યો નથી. બીજી તરફ વરસાદના અભાવે જિલ્લામાં ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ રહેવાથી લોકો ભારે પરેશાન થઇ રહ્યાં હતાં. છેલ્લાં બે-ત્રણ દિવસથી આકાશમાં વાદળોની ફોજ ઉતરી રહી હોવાથી વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી હતી.

જોકે, વરસાદ હાથતાળી આપી જતો રહેતો હતો. ગુરૂવારે પણ સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોને લઇ લોકો વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી બેઠા હતાં. દરમિયાનમાં સાંજના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...