• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Christian Community In Bharuch Offered Special Prayers In The Church, Commemorating The Sacrifice Of The Lord Jesus And The People Celebrated Good Friday.

ગુડ ફ્રાઈડેની ઉજવણી:ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજે ચર્ચમાં ખાસ પ્રાર્થના કરી, પ્રભુ ઈસુના બલિદાનને યાદ કરી લોકોએ ગુડ ફ્રાઈડેનો તહેવાર મનાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભુ ઈસુની સ્તુતિ-આરાધના કરીને વિશેષ પ્રાર્થના સભાઓ યોજવામાં આવી
  • ખ્રિસ્તી બંધુઓ પ્રાયશ્ચિત અને પ્રાર્થનાના આ દિવસે ચર્ચમાં બેલ વગાડતા નથી

ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદમાં ગુડ ફ્રાઈડે મનાવ્યો હતો. શહેર જિલ્લામાં આવેલા ગિરજાઘરોમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકત્રિત થઈને પ્રભુ ઈસુની સ્તુતિ-આરાધના કરીને વિશેષ પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી.

ખ્રિસ્તી ધર્મના લોકોએ ગુડ ફ્રાઈડે નિમિતે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ કરીને પ્રભુ ઈસુના બલિદાનને યાદ કર્યા હતા. ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુએ ચાર કલાક સુધી અનુભવેલી પીડાને લઈ ખાસ પ્રાર્થના સભા યોજાઈ હતી. નોંધનીય છે કે ખ્રિસ્તી બંધુઓ પ્રાયશ્ચિત અને પ્રાર્થનાના આ દિવસે ચર્ચમાં બેલ વગાડતા નથી.

અન્ય સમાચારો પણ છે...