તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયે ગુડફ્રાઈડે મનાવ્યો

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ ડિસ્ટન્સ સાથે ચર્ચમાં ઈસુના બલિદાનોને યાદ કરીને ભક્તિસભામાં જોડાયા

ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલીદાનના દિવસને યાદ કરીને આ ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે. આ દિવસે ઈસુને ક્રુસ ઉપર ચઢાવી તેમને શરીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું. આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ કરે છે.

ચર્ચમાં જઈને ભેગા મળી ભક્તિસભામાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે મોટા ચર્ચમાં સભ્યોની સંખ્યાઓ વધારે હોવાના કારણે ઓનલાઇન પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ઓનલાઈન પ્રાર્થનાસભા યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના ફરમાનનું પાલન કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોએ પોતાના ઘરોમાં રહીને ચર્ચ દ્વારા આપવામાં આવેલી લિંકથી ઓનલાઇન ચર્ચમાં જોડાઈને પ્રભુ ઈસુ યાદ કરીને તેમની પ્રાર્થના અને ભક્તિ કરી હતી.જયારે ભરૂચ શહેરમાં આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ.નોએલ ઈસાઈએ ચર્ચમાં સરકારી ગાઇડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્ટ રાખીને પ્રભુ ઈસુએ લોકો માટે આપેલા બલિદાન અંગે મેસેજ આપ્યો હતો.તેમજ દેશ અને દુનિયા અને શહેરમાં કોરોના વાઇરસથી બીમાર અને સારવાર લઈ રહેલા લોકો અને તેમના પરિવારો માટે અને કોરોના વાઈરસ જલ્દી ખતમ થઈ જાય તેવી વિશેષ પ્રાર્થના કરી હતી. અને વિશ્વરને કોરોના મહામાર્થી મુક્ત કરાવવા માટે લોકોએ આરાધના કરી હતી. શ્રદ્ધાળુઓએ ઉપવાસ કરી સાંજે ઉપવાસ છોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો