અકસ્માત:ચંદેરીયા ગામના વળાંક પર કાર પલ્ટી, બાળકીને ઈજા

વાલીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયા-નેત્રંગ માર્ગ પર ચંદેરીયા ગામના વણાંક પાસે પોલીસ અધિકારીની કાર પલટી જતાં પુત્રીને ઇજાઓ પહોંચી હતી જ્યારે પિતા અને જમાઈનો આબાદ બચાવ થયો હતો .

ઝઘડીયા તાલુકાનાં રૂપનગર ટાઉનશિપ એસ.આર,પી કેમ્પ ખાતે રહેતા પી.એસ.આઈ રાજેશ ગામિત તેઓના જમાઈ સમીરભાઈ ગામિત અને પુત્રી બ્રજેશ્વરી સમીરભાઈ ગામિત સાથે ફોર વ્હીલ કાર નંબર-જી.જે.19.બી.એ.1492 લઈ વાલિયા-નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં ચંદેરીયા ગામના વણાંક પાસે કાર ચાલાકનો સ્ટેરિંગ પર કાબૂ નહિ રહેતા કાર માર્ગની બાજુમાં પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે 108 સેવાની મદદથી વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જ્યારે કાર ચાલક સમીર ગામિત સહિત પી.એસ.આઈ.રાજેશ ગામિતનો આબાદ બચાવ થયો હતો અકસ્માત અંગે કોઈપણ જાતની ફરિયાદ નોંધાવવા પામી નથી

અન્ય સમાચારો પણ છે...