તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • The Brother Of The Deceased Nurse Said That The Fire In The ICU Was Not Caused By Electric Sparks But By Lighter Sparks, Pressure To Suppress The Incident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ કોવિડ હોસ્પિટલ આગ મામલે ઘટસ્ફોટ:મૃતક નર્સના ભાઈએ કહ્યું, ‘ICUમાં આગ વીજ તણખાથી નહીં લાઈટરના તણખાથી લાગી, ઘટનાને દબાવવા દબાણ’

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકનો ભાઈ - Divya Bhaskar
મૃતકનો ભાઈ
  • પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ ICU વોર્ડની અંદર CCTV જ ન હોવાથી તમામ હકીકતો હાલ તો માત્ર FSLઅને તપાસ પર નિર્ભર
  • લાઈટર ફર્શ પર પડતાં સ્પાર્ક થયો અને ફારીગાની PPE કીટ આગની ચપેટમાં આવી
  • ટ્રેઈની નર્સને કોવિડમાં ડ્યુટી માટે પ્રેશર કરાયાનો મૃતક માધવીના ભાઈનો આક્ષેપ

ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરના ICUમાં શુક્રવારે મધરાતે લાગેલી આગમાં 18 જિંદગી હોમય હતી. જેમાં તંત્ર દ્વારા વેન્ટીલેટરમાં સ્પાર્કથી આગ લાગી હોવાની પ્રાથમિક તબક્કે અનુમાનો વચ્ચે આ ઘટનામાં જીવ ગુમાવનાર ટ્રેઈની નર્સ માધવીના નાનાભાઈએ ઘટના ખરેખર કેવી રીતે બની તે અંગેનો વીડિયો વહેતો કરતાં લોકોને હચમચાવી દઈ વિચાર કરતા કરી દીધા છે. જેમાં તેણે કહ્યું કે, ICU વોર્ડમાં લાગેલી આગ વીજ તણખાથી નહીં પણ લાઈટરના તણખાથી લાગી હતી. જ્યારે ઘટનાના તપાસ અધિકારી અને હોસ્પિટલના સત્તાધિશોએ આ વાતને નકારી કાઢી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં હોસ્પિટલનું જે અનફેર સત્ય હશે તો તપાસમાં બહાર આવશે. પરંતુ વીડિયો સંદર્ભે દિવ્ય ભાસ્કરે માધવીના ભાઈ સાથે વાત કરતાં તેણે આ બાબતની સ્પષ્ટતા કરી હતી.

આગ હોસ્પિટલના અન્ય ભાગમાં પણ પ્રસરી હતી.
આગ હોસ્પિટલના અન્ય ભાગમાં પણ પ્રસરી હતી.

હોસ્પિટલની પ્રતિષ્ઠતાનો સવાલ હોવાનું જણાવી ચાર્મી પર પ્રેશર લાવીને 5 નંબરના વેન્ટિલેટરમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગ્યાનું જુઠ્ઠાણું ફેલાવાયું
પ્રશ્ન : હોસ્પિટલમાં લાગેલી આગ વિશે શું કહેવું છે?

મૃતકનો ભાઈ : ICUવોર્ડના બેડ નંબર 5 ના વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાની વાત ખોટી છે. વોર્ડમાં રહેલા લાઈટરે આ સમગ્ર અગ્નિકાંડ સર્જ્યો છે. જેથી ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય અને મારી બહેન માધવી સાથે અન્ય 17 મૃતકોને પણ ન્યાય મળવો જોઈએ.

આક્રંદ કરતા મૃતકના પરિવારજનો
આક્રંદ કરતા મૃતકના પરિવારજનો

પ્રશ્નઃ હોસ્પિટલમાં ત્રણ જ નર્સ હતી તે વાત સાચી?
મૃતકનો ભાઈઃ ઘટનાની રાત્રે ICUમાં ટ્રેઈની નર્સ ફારીગા, મારી બહેન માધવી, ચાર્મી અને જયમીની એમ ચાર નર્સ હાજર હતા. ડોકટર સહિતનો સ્ટાફ દરરોજ 1થી 1.30 કલાકે રાત્રે નાસ્તો કરવા જતો હતો. જોકે ઘટનાની રાત્રે પોણા બાર પહેલાં જ નાસ્તો કરવા માટે જતા રહ્યા હતા. શુક્રવારની મધરાતે ICU વોર્ડમાં ખરેખર શું બન્યું તે જાણવા મારી બહેન સાથેની ટ્રેઈની નર્સોને મેં ફોન કર્યો હતો. જેમાં બચી ગયેલી નર્સે સાચી ઘટના અંગે વાત કરતાં આ હકીકત બહાર આવી રહી છે.

પ્રશ્નઃ લાઈટરથી આગની વાત કેવી રીતે સ્પષ્ટ થઈ?
મૃતકનો ભાઈઃ મારી બહેન સાથે જયમીની ICU વોર્ડમાં ફરજ પર હતી. તેની સાથે જે મારી વાત થઈ તે મુજબ ટેબલ પર લાઈટર હતું. જે લાઈટર ક્યાંથી આવ્યું તેવો સવાલ પણ જયમીની, ચાર્મી અને બન્ને મૃતક નર્સોને થયો હતો. માધવી, ફરીગા ખાતુન PPE કીટ પેહરી ICUમાં હતી. ત્યારે ચાર્મી અને જયમીની પણ ત્યાં આવ્યા હતા. તે સમયે જે લાઈટર ટેબલ પર હતું તે ફર્શ પર પડતાં જ સ્પાર્ક થયો અને સેનેટાઈઝરને પણ ચપેટમાં લીધું.

આગની ચિનગારી ફરાગીની PPEકીટમાં લાગતા ફરીગાએ બૂમ પાડી અને માધવી તેને બચાવવા દોડી પણ PPE કીટમાં આગ પકડાઈ ગઈ હતી. બન્નેએ PPE કીટ પર પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કરવા માટે બાથરૂમ તરફ દોડી હતી. આ જ સમયે આગના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ જતા આગ વચ્ચે ICU માં અંધકાર છવાઈ ગયો હતો. જ્યારે જયમીની દરવાજા પાસે જ હોય તે આસાનીથી બહાર નીકળી ગઈ હતી.

પ્રશ્નઃ લાઈટ ગઈ તો ચાર્મી કેવી રીતે બચી ગઈ?
મૃતકનો ભાઈઃ ચાર્મી ગોહિલ છેલ્લા કેટલાય દિવસોથી આ ICU વોર્ડમાં ફરજ બજાવતી હતી. તેને અંધારામાં આગ વચ્ચે બહાર જવાનો રસ્તો ખબર હતો. એટલે તે બહાર નીકળવાનો પ્રયાસ કરી જેમ તેમ કરીને બહાર નીકળી. તેણે પગમાં પહેરેલાં ચપ્પલ પણ આગમાં ચોંટી જતા તે ચપ્પલ ઉતારી બહાર જતા પગમાં આગથી દાઝી ગઈ હતી.

પ્રશ્નઃ તંત્ર કહે છે આગ તો સ્પાર્ક થવાથી લાગી
મૃતકનો ભાઈ : ICUમાં લાઈટર આવ્યું ક્યાંથી આવ્યું, કોણ મૂકી ગયું હતું, કોનુ હતું તેની વાતથી તમામ નર્સ અજાણ હતી. કોઈ અજાણી વ્યક્તિ લાઈટર લાવી હતી.પરંતુ ઘટના બાદ ચાર્મીને કોઈ ડો. હારીશે હોસ્પિટલની રેપ્યુટશનનો સવાલ છે. એટલે વેન્ટીલેટરમાં સ્પાર્ક થતા આગ લાગી અને PPE કીટ તેની ચપેટમાં આવતા સેનેટાઇઝરથી વધુ ફેલાયાનું કહેવા જણાવ્યું હતું. જેથી ચાર્મીએ હોસ્પિટલના દબાણમાં શનિવારે આવું નિવેદન આપ્યું છે.

જો ઓક્સિજન ટેન્કનું વહન ન રોકાયુ તો બીજી દુર્ઘટના થવાની તૈયારી
ભરૂચ જિલ્લા સહિત દેશભરમાં ઓક્સિજનની તંગી સર્જાય રહી છે. ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં નવા શરૂ કરાયેલા કામચલાઉ વોર્ડના દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત માટે અહીં એક હજાર લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્કની સુવિધા છે. જોકે આ ટેન્ક એક જીવતો બોમ્બ સમાન છે. તેને રિફિલ કરવા કોઇ ટેન્કર નથી આવતુ પરંતુ સામાન્ય ટેમ્પામાં એક હજાર લીટરની ટેન્કને રિફિલ માટે મોકલી પરત લવાય છે. એક હજાર લિટર ઓક્સિજનની ક્ષમતા વાળી ટેન્કને એક ચોક્કસ જગ્યાએ અનમુવેબલ રીતે સ્થિર કરવાની હોય છે. જેના બદલે હોસ્પિટલ કેમ્પસમાં રહેલી આ ઓક્સિજન ટેન્ક બીજી દુર્ઘટના સર્જી શકે તેવી શક્યતા રહેલી છે.

એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાશે
પટેલ વેલ્ફર હોસ્પિટલમાં શુક્રવારની મધરાત્રીએ કોવિડના આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટનામાં 16 દર્દીઓ અને બે ટ્રેઈની નર્સિંગ મળીને કુલ 18 વ્યક્તિઓના મોત થયા છે. તેની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સ્થળ પરથી એફએસએલની ટીમોએ ઘણા સેમ્પલ પણ મેળવ્યા છે. તેમનો જે રિપોર્ટ આવશે તેના આધારે આગળની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.> વિકાસ સુંડા, ડીવાયએસપી, ભરૂચ

નવી બિલ્ડિંગમાં કોરોના વોર્ડ શરૂ કર્યો પણ લાયસન્સ માટે ફાયર વિભાગને જાણ ન કરી
ભરૂચ ફાયર વિભાગના સુત્રો પાસેથી મળી માહિતી મુજબ વેલ્ફેર હોસ્પિટલમાં નવી બિલ્ડિંગમાં કોરોના વોર્ડ શરૂ કર્યા અંગે ફાયર વિભાગને જાણ કરી જ નહોતી. ઉપરાંત ત્યાં ફાયર સેફ્ટીનું કોઇ લાયસન્સ લેવાયુ નહોતું. સામાન્ય સંજોગોમાં ફાયર સેફ્ટી અંગે એનઓસી લેવાની જવાબદારી હોસ્પિટલ સંચાલકોની હોય છે. હોસ્પિટલમાં સમયાંતરે મોકડ્રીલનું આયોજનની જવાબદારી પણ તેમની જ હોય છે. ફાયર વિભાગ જરૂર પડે તો સ્થાનિક સ્ટાફને ટ્રેનિંગ કે ગાઇડન્સ આપે છે.

તબીબોનું કહેવું છે, ICU વોર્ડમાં અગ્નિદાહક વસ્તુનો ઉપયોગ થતો નથી
વિવિધ હોસ્પિટલોના સંચાલકો સાથે વાત કરતાં જાણ થઇ કે, હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લાઇટર કે કોઇપણ અગ્નિદાહક પદાર્થની જરૂર પડતી જ નથી. જોકે સ્ટાફ ક્યારેક રાત્રી દરમિયાન ચા-કોફી પીવા માટે એક અલાયદા રૂમમાં રસોડા જેવુ સ્ટ્રક્ચર ઉભું કરે છે. ત્યાં કોઇ લાઇટરનો ઉપયોગ કર્યો હોય તેવી શક્યતા હોય શકે. ઘટનાના દિવસે હોસ્પિટલ બહારથી ગેસ સિલિન્ડર પણ મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો