હાલાકી:અઘોરેશ્વર મહાદેવ મંદિર થઈ ગામને જોડતા રોડ ઉપર આવેલો કિમ નદીનો પુલ જર્જરિત, તંત્ર દ્વારા કામગીરી ના કરતા રોષ ફેલાયો

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા-વાડી માર્ગ પરથી તુણા ગામને જોડતો પુલ જર્જરિત બનતા અકસ્માતની ભીતિ સેવાઈ

વાલિયા-વાડી માર્ગ પરથી તુણા ગામના પૌરાણિક અઘોરેશ્વર મહાદેવ મંદિર થઈ ગામને જોડતા રોડ ઉપર આવેલો કિમ નદીનો પુલ જર્જરિત બનતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

ગ્રામજનો અકસ્માતની ભીતિ સેવી રહ્યાં છે

છેલ્લા ઘણા વર્ષો પહેલા વાલિયા-વાડી માર્ગ પરથી તુણા ગામના પૌરાણિક અઘોરેશ્વર મહાદેવ મંદિર થઈ ગામને જોડતો માર્ગ બનાવવામાં આવ્યો હતો. જે માર્ગ પર નાના મોટા બેથી વધુ નાળા સહિત કિમ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ નાળા અને પુલ હાલમાં અત્યંત જર્જરિત બનતા ગ્રામજનો અકસ્માતની ભીતિ સેવી રહ્યાં છે.

કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા કામગીરી કરાય તે જરૂરી

આ માર્ગ પરના નાળા અને કિમ નદી પરના પુલ પરથી ખેડૂતો પોતાના ખેતરે જતા હોય છે. અને શેરડી કટિંગની સીઝનમાં ટ્રકો પસાર કરે છે. સાથે પોતાના ખેતીના સાધનો લઈ જવા માટે પણ આ માર્ગ સહિત નાળા, પુલનો ઉપયોગ કરે છે. ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા નાળા અને પુલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ચોમાસુ દસ્તક દઇ માથે ઉભું છે. ત્યારે જો ત્વરીત આ માર્ગનું સમારકામ નહીં કરાવાય તો માર્ગ વધુ બિસમાર બનશે. અને વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓમાં વધારો થશે તેમાં કોઈ બે મત નથી.

અન્ય સમાચારો પણ છે...