તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયોગ:કોવિડ સ્મશાનમાં મૃતદેહને 200 કિલો ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોબર સ્ટીકના ઉપયોગથી વાતાવરણ શુધ્ધ થતુ હોવાથી પ્રયોગ કરવામાં આવ્યો

ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવાયેલા સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં મૃતદેહને 200 કિલો ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ગોબર સ્ટીકના ઉપયોગથી વાતાવરણ શુધ્ધ થતુ હોવાના કારણે સંચાલકો દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ભરૂચમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે સ્પેશ્યિલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. ભરૂચમાં હોલિકા ઉત્સવમાં વિવિધ સંસ્થાઓના પ્રયાસથી ઠેર ઠેર વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં લાકડાના સ્થાને ગાયના ગોબરમાંથી બનાવવામાં આવેલ સ્ટીકનો ઉપયોગ થયો હતો ત્યારે આ પ્રકારનો પ્રયોગ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં પણ કરવામાં આવ્યો હતો.

કોવિડ સ્મશાનમાં એક મૃતદેહને ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જેમાં 200 કિલો ગોબર સ્ટીકની જરૂર પડી હતી. ગાયના છાણમાંથી બનેલ ગોબર સ્ટીકના કારણે વાતાવરણ શુધ્ધ થાય છે આ ઉપરાંત લાકડાની પણ બચત થતી હોવાના કારણે પર્યાવરણનું જતન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો