હત્યા:અંકલેશ્વરની નોબારિયા સ્કૂલ નજીકથી હત્યા કરાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા ઈસમોએ માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન

આજરોજ અંકલેશ્વરની નોબારીયા સ્કૂલ નજીકથી હત્યા કરાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ નોબારીયા સ્કૂલની બિલ્ડીંગ પાસેથી અજાણ્યા યુવાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અજાણ્યા ઇસમો મૃતક યુવાનના માથાના ભાગે પથ્થર મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.

મૃતક યુવાન મૂળ આમોદ તાલુકાનાં કોલવણા ગામનો અને હાલ અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડા ગામના તળાવની સામે રહેતો 42 વર્ષીય વિઠ્ઠલભાઇ સુરાભાઇ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે હાલ તો પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...