તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાની આશંકા:વાલિયાના ચમારીયા ગામની સીમમાંથી વૃક્ષ પર લટકતી યુવાનની લાશ મળી

ભરૂચ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવાનના શરીર પર ઘા મળતા હત્યાની આશંકા

વાલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં આવેલા ઝાડ પર લટકતો કામલીયા ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં મૃતક યુવાનના શરીર પર ઘા જોવા મળતા હત્યાની આશંકા સેવાઇ રહી છે.

યુવાનના માથા અને શરીરે ઘા મળી આવ્યા
વાલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં મુખ્ય માર્ગ નજીક આવેલા ઝાડ ઉપર યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે ખેડૂતોએ વાલિયા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. ઝાડ પર લટક્તા યુવાનના માથા અને શરીરે ઘા મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે યુવાનની હત્યા કર્યા બાદ તેને ચમારીયા ગામની સીમમાં લાવી ઝાડ પર લટકાવી દઈ હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનું લાગી રહ્યું છે. મૃતક યુવાન નેત્રંગ તાલુકાનાં કમાલિયા ગામના ટેકરી ફળિયામાં રહેતો રણજીત કાલુભાઇ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...