દીપડીનું મોત:વાલિયાના મેરા ગામ નજીકથી એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો, મોત અંગે સવાલો ઉઠતા વન વિભાગે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું
  • કોઈએ ઝેરી દવા આપી દીધી હોવાથી દીપડીનું મોત થયું હોવાના આક્ષેપ થયા હતા

વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં આ દીપડીનું મોત ડીહાઈડ્રેશનના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

વાલિયા તાલુકાના મેરા ગામ નજીકથી થોડા દિવસો અગાઉ એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહ બાદ કેટલાકે શંકા વ્યક્ત કરતા વન વિભાગ દ્વારા તેનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ દીપડીનું મોત કોઈએ ઝેરી દવા આપી દીધી હોવાથી થયું હોવાના પણ આક્ષેપ થયા હતા. જોકે, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દીપડીનું મોત ડીહાઈડ્રેશન ના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે વન વિભાગના અધકારી મહિપાલ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દીપડીના મોત અંગે સવાલો ઉઠતા વન વિભાગ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કોઈ પણ ઝેરી પદાર્થના સેવનના કારણે મોત થયું હોય તેવું સામે આવ્યું નથી. આ અંગેનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...