મૃતદેહ મળ્યા:અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી બે યુવાનોના મૃતદેહ મળી આવતા ચકચાર

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવામાં પામી છે. અંકલેશ્વરના સારંગપૂર વિસ્તારમાં આવેલા મિરાનગર ખાતે રહેતા સુરેન્દ્રસિંગ નરેન્દ્રસિંગ આજરોજ નજીકની ઝાડીઓમાં શૌચાલય કરવા ગયા હતા તે દરમિયાન તેઓએ ઝાડીમાં એક વ્યક્તિનો મૃતદેહ પડેલો જોયો હ્તો જે અંગે તેઓએ જી.આઈ.ડી.સી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાને પગલે ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મોઢાના ભાગે ઘા મારી યુવાનની હત્યા કરાય હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે મૃતકની ઓળખ અને તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામ ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આવી જ રીતે અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...