તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભરૂચના 32 હજાર છાત્રોની 96 દિવસ બાદ બોર્ડની પરીક્ષા થશે

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધો. 10-12ના ગત વર્ષ કરતા 9 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા

જાન્યૂઆરીના બીજા સપ્તાહમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થઇ ગયા બાદ હવે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર થઇ ગયુ છે. ભરૂચ જિલ્લામાં ધો.10માં 22 હજાર અને ધો.12માં 10 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લાભરના 32 હજાર વિદ્યાર્થીઓ 96 દિવસ બાદ બોર્ડની પરીક્ષા આપશે.

શિક્ષણ વિભાગે 10 મેના રોજ બોર્ડની પરીક્ષા શરૂ કરવાનું આયોજન કર્યુ છે. 10 મેના રોજ ધો.10નું ભાષાનું અને ધો.12નું ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાશે. વર્ષ 2020 દરમિયાન આયોજિત બોર્ડની પરીક્ષામાં ધો.10 અને 12ના 41 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષમાં 9 હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ગત વર્ષે ધો.10માં 27 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે આર્ષે 5 હજાર ઘટીને 22 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે હજીય ધો.12ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે ઓનલાઇન આવેદન કરવાની પ્રક્રિયા ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો