તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રસીકરણ ઝડપથી થાય તે અંગેની રજૂઆત કરવા ગયેલ કોંગ્રેસના કાર્યકરોને આરોગ્ય શાખાનો કડવો અનુભવ

ભરૂચ3 મહિનો પહેલા
  • ભરૂચમાં મુખ્ય આરોગ્ય અધિકારી ખુરશીને લાત મારી ચાલ્યા ગયા
  • અધુરી માહિતીના કારણે અધિકારી અકળાઈ ગયા હોવાના આક્ષેપ

ભરૂચ જીલ્લામાં રસીકરણ ઝડપથી કરવામાં આવે તે અંગેની રજૂઆત કરવા કોંગ્રેસના આગેવાનો આરોગ્ય વિભાગમાં પહોચ્યા હતા. પરંતુ ત્યાં તેઓને કડવો અનુભવ થયો હતો.

18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણમાં મુશ્કેલી

ભરૂચ જીલ્લામાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ 18 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે જીલ્લામાં વેક્સિનેશન વધુ ઝડપથી કરવામાં આવે. તથા દરેક લોકોને વેક્સિન મળી રહે તે હેતુસર નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય સંસદ અલી સૈયદ તથા અન્ય કાર્યકરો ભરૂચ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગમાં રજુઆત કરવા પહોચ્યા હતા.

કેટલાક સ્થળોએ રસીકરણમાં પણ અવ્યવસ્થા

નગરપાલિકાના મુખ્ય અધિકારીએ તો તેઓની રજૂઆત સાંભળી પરંતુ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી પાસે તેઓને કડવો અનુભવ થયો હતો. કાર્યકરો રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારી પાસે ડેટા પુરતો ન હોય તેઓ અકળાઈ ગયા હતા. અને ખુરશીને લાત મારી જતા રહ્યાં હોવાનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં આમેય કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે. ઉપરાંત કેટલાક સ્થળોએ રસીકરણમાં પણ અવ્યવસ્થા જોવા મળી રહી છે. ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...