તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભરૂચ એલસીબીએ બે જગ્યાએથી બુટલેગરોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂની 17 નંગ બોટલ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માતૂર ચોકડી નજીક આવેલી એ.વી.એન્ટર પ્રાઇઝ કંપની પાસેથી કારમાંથી બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કુખ્યાત બુટલેગર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી કર્માતૂર ચોકડી નજીક આવેલી એ.વી.એન્ટર પ્રાઇઝ કંપની પાસે કાર નંબર-જી.જે.16.એ.પી.2674માં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી 2 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માળીપોલ જૈન દેરાસર નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપાયો

ભરુચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે માળીપોલ જૈન દેરાસર નજીક દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 17 નંગ બોટલ અને દેશી દારૂનો જથ્થો મળી કુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વડાપાડા રોડ ઉપર આવેલા હરીજન વાસમાં રહેતા બુટલેગર સંજય સોલંકીને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...