તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચના કલેક્ટર કચેરીના સભાખંડમાં શુક્રવારના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.એમ.ડી. મોડિયાના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી.સદર બેઠકમાં જિલ્લા કલેક્ટરે આદર્શ આચારસંહિતના ચૂસ્ત અમલીકરણની સાથે સોંપાયેલી કામગીરી ક્ષતિરહિત, ચીવટપૂર્વક અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને થયેલી કામગીરીથી જિલ્લા ચૂંટણીતંત્રને સમયાંતરે વાકેફ કરવાની હિમાયત કરી હતી.
બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન મતદાન મથકની વિઝીટ,સ્ટાફ તાલીમ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ સ્ટ્રોંગરૂમ, ડીસ્પેઝ તેમજ રીસીવર સેન્ટરની મુલાકાત, કોવિડ-19ની ગાઇડલાઈન પાલન સાથે કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે ઉમેદવારોના હિસાબનું મોનીટરીંગ, તથા નિમાયેલા નોડલ અધિકારીઓને ફરજ પર આંતરિક રીતે યોગ્ય સંકલન સાથે ચૂંટણીને લગતી તમામ કામગીરી મુકત,ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ રીતે વધુ સુદઢતાથી થાય અને રાજય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાનું યોગ્ય ચુસ્તપાલન થાય તેની કાળજી રાખવાની પણ અધિકારીઓને સુચના આપી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.