શિક્ષકોનું સમ્માન:ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા તથા તાલુકાકક્ષાના 8 શ્રેષ્ટ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત

ભરૂચ જિલ્લામાં શિક્ષકદિન નિમિતે શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરી ઉજવણી કરાઈ હતી. 5 સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી હેઠળ પસંદગી પામેલ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું ઉપસ્થિત આગેવાનો વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના હસ્તે સન્માન કરાયું હતું.જિલ્લા કક્ષાએ 3 શિક્ષકો શ્રેષ્ડ શિક્ષકોમાં નેત્રંગ કબીરગામના જિજ્ઞેશભાઈ ચૌધરી ,નેત્રંગના હિરેનકુમાર પટેલ તથા એમીટી હાઇસ્કૂલના હેતલબેન મેનગરને જિલ્લા કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાયા હતા.તાલુકા કક્ષાએ નબીપુર પ્રાથમિક શાળાના જયશ્રીબેન ભગત, આમોદ કન્યાશાળાના પટેલ ઈમરાન, સંજયકુમાર પટેલ, ઝઘડિયાના પટેલ નિરવકુમાર તથા પટેલ ઉર્વેશકુમારને તાલુકા કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો હતો. સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી એન એમ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઈન્દિરાબેન રાજ સહિત શિક્ષણવિભાગનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...