ઉજવણી:લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળતો રહેવો જોઇએ

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં મેડિકલ કોલેજના ડીનની હાજરીમાં ઔષધિ દિવસ ઉજવાયો

નર્મદાના નીરનો અવિરત પ્રવાહ જેમ વહેતો રહે એ પ્રમાણે આ યોજનાનો લાભ લોકો સુધી અવિરત વહેતો રહેવો જોઈએ તેમ ભરૂચ મેડીકલ કોલેજના ડીન કે.સી.પટેલે ઔષધિ દિવસની ઉજવણીના પ્રસંગે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાની ઓડિટોરીયમ જનરલ હોસ્પિટલ ખાતે ઔષધિ દિવસની ઉજવણી અધિક જીલ્લા કલેક્ટરએન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અધિક કલેકટરે જણાવ્યું હતું કે,ગુણવત્તાયુકત,સસ્તી અનેઅસરકારક દવા સામાન્યજન માટે આશિર્વાદરૂપ છે.

મેડિકલ કોલેજના ડીન કે.સી. પટેલે પ્રાંસગિક ઉદબોઘન આપતા જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્યને માનવ જીવનના સુખોમાં સર્વોચ્ચ સ્થાન અપાયેલું છે. તેથી આરોગ્ય સેવાઓ મેળવવી એ માનવ અધિકારો પૈકીની એકઅગણ્ય બાબત છે. સારા આરોગ્ય માટે જીવનરક્ષક દવાઓ અનિવાર્ય બની છે. ત્યારે પ્રધાનમંત્રી ભારતીય જનજનઓષધી પરિયોજના તેનું ઉત્તમ ઉદાહરણ છે. યોજના વધુ લોકાભિમુખ બને તે જરૂરી છે. નર્મદાના નીરનો અવિરત પ્રવાહજેમ વહેતો રહે એ પ્રમાણે આ યોજનાનો લાભ લોકો સુધી અવિરત વહેતો રહે તે જરૂરી છે. તેમણે ઉપસ્થિત લોકોને જન -જન સુધી જેનરીક દવા વિશે માહિતિ પોહચાડવા અરજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...