પાક નુકસાન:કૃત્રિમ તળાવની પાળ તૂટતાં 50 એકરમાં પાણી ફરી વળ્યાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરીમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની પાળ તૂટતાં પાણી દહેગામની આજુબાજુ આવેલા ખેતરોમાં ફરી વળ્યાં હતા. - Divya Bhaskar
વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરીમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની પાળ તૂટતાં પાણી દહેગામની આજુબાજુ આવેલા ખેતરોમાં ફરી વળ્યાં હતા.
  • વડોદરા અને મુંબઇ વચ્ચે નવા એકસપ્રેસ હાઇવેના નિર્માણની કામગીરી દરમિયાન દહેગામ પાસે તળાવ બનાવાયું હતું

વડોદરા અને મુંબઇ વચ્ચે નવા એકસપ્રેસ હાઇવેના નિર્માણની કામગીરી દરમિયાન બનાવેલા કુત્રિમ તળાવની પાળ તૂટી જતાં દહેગામની આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાઈ ગયો હતો. અંદાજિત 50 એકર જમીનોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવેની ઓફિસે હોબાળો મચાવી તેમને થયેલા નુકશાનના વળતરની માંગ કરી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થનારા વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

કામગીરી કરનાર અશોકા બીલ્કોન કંપનીએ દહેગામની નજીક પાણીનો સ્ટોરેજ થાય માટે હંગામી ધોરણે કુત્રિમ તળાવ બનાવી તેમાં પાણીનો સ્ટોરેજ કર્યો હતો.પરંતુ બુધવારે રાત્રે કોઈ કારણોસર તળાવની પાળ તૂટતાં પાણી દહેગામની આસપાસના 50 એકર ખેતરોની જમીનમાં ફરી વળતા ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ખેતરોમાં તૈયાર મગ,તુવેર, ઘઉં, મઠીયા અને જુવારના પાકોને નુકસાન થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

બનાવની જાણ થતા જ ખેડૂતોના ટોળે ટોળા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેની ઓફિસે દોડી આવીને ઉભા પાકોને થયેલા નુકસાન અંગે વળતરની માંગ કરી હતી.સદર મામલે અશોકા બીલ્કોન કંપનીના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,અમારી હેડ ઓફિસથી અને સૂચનાઓ મળશે પછી જ અમે કઈ પણ જણાવી શકીશું ત્યાર સુધી અમે કઈ પણ કહી નહીં શકતા હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવેની ઓફિસે હોબાળો મચાવી ખેતીમાં થયેલા નુક્સાનના વળતરની માંગ કરી
ખેડૂતો સાથે અશોકા બિલ્કોન કંપનીને નુકસાનીની રજૂઆતો
ગુરુવારે સવારે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન બનાવેલા કુત્રિમ તળાવની પાળ તૂટી જતા 50 એકર જમીનમાં પાણીં ભરાઈ જતા તેમના ઉભા પાકને નુકસાન થયું હતું.જેથી અમે ખેડૂતો સાથે અશોકા બિલ્કોન કંપની ઓફિસે પહોંચી ત્યાંના રાય સાથે રૂબરૂ મુલાકાત કરી નુકસાન અંગે રજુઆત કરી હતી.- ઈલ્યાસ પટેલ,સરપંચ,દહેગામ,ભરૂચ

પાકના નુકસાનનું વળતર નહીં ચૂકવાય તો ભૂખ હડતાળ કરીશું
એક્સપ્રેસ હાઇવેની કામગીરી અર્થે બનાવેલા કુત્રિમ તળાવની પાળી બુધવારે રાત્રે તૂટી જતાં પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતા મગ,તુવેર, ઘઉં,મઠીયા અને જુવારના પાકને નુકસાન થયું છે.જેથી કંપની અમને વળતર ચૂકવે તેવી માંગ છે. જો માંગણીઓ નહીં સ્વીકારાય કલેક્ટરને રજુઆત કરીશું છતાં કોઈ કાર્યવાહી નહીં કરાય તો ભૂખ હડતાલ કરવા તૈયાર છીએ. - ખેતર માલિક,દહેગામ

અન્ય સમાચારો પણ છે...