તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં માટીની સુવાસ પ્રસરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા મથકે અને ગામડાઓમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા મથકે અને ગામડાઓમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
  • ભરૂચ-નર્મદા જિલ્લામાં છુટાછવાયો વરસાદ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુરૂવારે મેઘરાજાની સવારી આપી પહોંચી હતી. ગુરૂવારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદના આગમનથી લોકો હરખાયાં છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ-વાગરમાં 13-13 મીમી વરસાદ નોંધાયો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો વર્ષારાણીના આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યાં છેલ્લાં 15 દિવસમાં બેથી ત્રણ વાર છુટાછવાયા સામાન્ય ઝપટાં બાદ વરસાદના કોઇ અણસાર ન હતાં. દરમિયાનમાં ગુરુવારે આકાશમાંથી કાચુ સોનું વરસતાં જગતનો તાત હરખાયો હતો.

શહેરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં મોસમના પહેલાં પહેલાં વરસાદમાં નાનાભુલકાઓએ ન્હાવાની મજા માણી હતી. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાગરા અને નેત્રંગમાં 13-13 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વાલિયામાં 12, જંબુસરમાં 10, આમોદમાં 8, ઝઘડિયામાં 2 અને ભરૂચ અંક્લેશ્વરમાં 1-1 મીમી વરસાદ નોંધાયો હતો.

ખેડૂતો વાવણીની તૈયારીમાં જોતરાયાં
ભરૂચ જિલ્લામાં સામાન્યત: 22 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસુ સપ્તાહ પહેલાં શરૂ થયું હોવાનું લાગી રહ્યું છે. જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં જિલ્લાના ખેડૂતો ખેતરોમાં વાવણી પહેલાં જમીન ખેડવાની કવાયતમાં જોતરાઇ ગયાં છે. ચોમાસાના શરૂઆતના તબક્કામાં થયેલાં વરસાદ બાદ ખેડૂતો વાવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...