દુર્ઘટના:વલણ હોસ્પિ.ની એમ્બ્યુલન્સને નબીપુર પાસે અકસ્માત નડ્યો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો

ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા નબીપુર પાસે વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સને અજાણ્યા વાહને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દોડધામ મચી હતી. મળતી વિગતો અનુસાર વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લઈને ભરૂચ જઈ રહી હતી. તે સમયે નબીપુર નજીક ઝંધાર અને નબીપુર વચ્ચે કોઈ અજાણ્યા વાહને એમ્બ્યુલન્સને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એમ્બ્યુલસમાં સવાર એક દર્દીને તથા તેની સાથે રહેલા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ભરૂચ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એમ્બ્યુલન્સને ભારે નુક્સાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...