વિચિત્ર ઘટના:ફિંગર પ્રિન્ટ આપવા પોલીસ સ્ટેશનમાં ગયો તો આરોપી સટ્ટાના કેસમાં પકડાયો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં બનેલી વિચિત્ર ઘટના

દહેજ મરીન પોલીસે ગત બુધવારે જુગારનો કેસ કર્યો હતો. જેમાં સિસ્ટમમાં ક્ષતિન કારણે એક આરોપીના ફિંગર પ્રિંન્ટ લેવાના બાકી હોય તેને પોલીસ સ્ટેશને બોલાવાયો હતો. જે મોબાઇલમાં ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતો હોવાનું માલુમ પડતાં પોલીસેે તેની સામે ગુનો નોંધ્યો છે.

દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં વિચિત્ર કેસ નોંધાયો છે. મરીન પોલીસની ટીમે ગત બુધવારે એક જુગારનો કેસ કર્યો હતો. જેમાં ઝડપાયેલાં એક આરોપી ગૌતમ બાબર પઢિયાર (રહે. લખીગામ, તા. વાગરા)ના હાથોની છાપ લેવાના બાકી હોઇ પોલીસે તેને સ્ટેશને બોલાવ્યો હતો. તેના હાથોના ફિંગર પ્રિન્ટ્સ લેવાની કવાયત ચાલી રહી હતી.

તે વેળાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગૌતમ મોબાઇલમાં આઇપીએલ પર ઓનલાઇન સટ્ટો રમે છે. જેના પગલે ટીમે તેને અટકાવી તેના મોબાઇલની તપાસ કરતાં તે ક્રિકેટ લાઇવ લાઇન નામની એપ્લિકેશન પર સટ્ટો રમતો હોવાનું જણાતાં તેની આઇડી ઓપન કરી તમામ પ્રકારની ચકાસણી કરતાં તેના આઇડીમાં ઓનલાઇન બેલેન્સ 25 હજારથી વધુ હોવાનું તેમજ તેણે આઇપીએલની રોયલ ચેલેન્જ બેગ્લોર તેમજ ગુજરાત ટાયટન્સ ટીમ વચ્ચેની ક્રિકેટ પર સટ્ટો રમ્યો હોવાનું માલુમ પડતાં તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...