તપાસ:સરભાણ રેપ વીથ મર્ડર કેસમાં હજી આરોપીના કોઇ સગડ નહીં, આસપાસના વિસ્તારમાં શંકાસ્પદોની પુછપરછ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​સગીરા સાથે દુષ્કર્મ આચર્યાં બાદ હત્યા કરાઇ હતી

આમોદ તાલુકામાં આવેલાં સરભાણ ગામની એક સગીરા સિમમાં લાકડાં વિણવા ગઇ હતી. જ્યાં કોઇ નરાધમે તેની ાથે દુષ્કર્મ આચર્યાં બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી હતી. બનાવને પગલે આમોદ પોલીસે રેપ વીથ મર્ડરનો ગુનો નોંધ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઇને એસપીએ પોલીસની અગલ અલગ પાંચ ટીમો બનાવી વિવિધ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા નરાધમના કોઇ સગડ હજી પોલીસને મળ્યાં નથી.

પોલીસની ટીમો દ્વારા આસપાસના ગામોમાં પડાવ નાંખીને રહેતાં લોકોમાં તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામના કે અન્ય ગામ કોઇ શખ્સે બાળકીને ભોળવીને તેની સાથે કુકર્મ કર્યું છે કે કેમ તે સહિતની વિગતો મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમની મદદથી હત્યારાના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...