ભરૂચ જિલ્લાના જંબુસરથી ખાનપુર સુધીનો 9 કીમીનો રસ્તો હાલ ચર્ચામાં છે. આ માર્ગ પર વાહનોની અવરજવરના કારણે ડામરમાં વાહનોના પૈંડાની સાઇઝના પટ્ટાઓ પડી ગયાં છે જેના કારણે બાઇકચાલકો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બની રહયાં છે.
જંબુસર તાલુકાના કાવી, સીગામ ગજેરા તેમજ ખાનપુર ગામે જવાનો રસ્તો ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. આ માર્ગ પરથી કાવી અને કંબોઇ જતાં શ્રધ્ધાળુઓની પણ સંખ્યા વધારે છે. ડામર પીગળે ત્યારે તેમાંથી વાહનો પસાર થયાં હોવાથી ખેતરમાં ચાસ પાડયો હોય તેવી સ્થિતિ રોડ પર જોવા મળી રહી છે.
આ માર્ગ પર આવેલાં ઉમરા ગામ પાસે પટ્ટાઓના કારણે બાઇક સ્લીપ થતાં સારોદના યુવાનને ઇજા પહોંચી હતી. ગઈકાલે ખાનપુર ગામનો યુવાન બાઈક ઉપરથી પડી જતા ઇજા થઇ હતી.સારોદ ગામના માજી સરપંચ તેમજ આગેવાનોએ રસ્તાનું વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.