તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:કોરોના વાઇરસથી મુક્તિ માટે 12 વર્ષની દીકરીએ 105 દિવસ સુધી રોઝા રાખી દુવા માગી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમોદના પુરસા નવીનગરીમાં રહેતી મુસ્લિમ દીકરીએ સાડા 3 મહિના રોઝા રાખ્યા

પવિત્ર રમઝાન માસમાં 30 દિવસના રોઝા રાખી ખુદાની ઈબાદત પુખ્ત વયના મુસ્લિમ બિરાદરો કરતા હોય છે. ત્યારે ભરૂચના આમોદના પુરસા નવીનગરીમાં રહેતી સગીર બાળાએ સળંગ 105 દિવસના રોઝા રાખી કોરોના વાઇરસથી મુક્તિ માટે દુવા માગી છે.

30 દિવસના રોઝા કરી ખુદાની ઇબાદત કરવામાં આવે છે

કોરોનાથી લોકો મહફુઝ રહે અને સમગ્ર વિશ્વને આ વાઇરસથી નિજાત મળે તે માટે આમોદના પુરસા નવી નગરીમાં રહેતી માત્ર 12 વર્ષની મુબસ્સિરાએ આકરી ગરમીમાં 16 કલાકથી વધુ સમય ભૂખ્યા તરસ્યા રહી સતત 105 દિવસ રોઝા રાખી દુવા માગી છે. મુસ્લિમ સમાજમાં રમજાન માસનું ખૂબ મહત્વ છે. આ મહિનામાં 30 દિવસના રોઝા કરી ખુદાની ઇબાદત કરવામાં આવે છે. અને ખાસ કરીને પુખ્ત વય અને તેથી વધુ ઉંમરના લોકો દિવસ દરમિયાન કંઈ પણ ખાધા કે પીધા વિના રોઝા કરતા હોય છે.

બાળા દર વર્ષે રોઝા રાખી બંદગી કરે છે

જેમાં આમોદ નગરમાં રહેતી એક સગીર વયની બાળા દર વર્ષે રોઝા રાખી બંદગી કરે છે. આમોદની પુરસા નવીનગરીમાં રહેતી મુબસ્સીરા નામની સગીરાએ સતત સાડા ત્રણ મહિના એટલે કે આશરે 105 જેટલા દિવસથી વધુ સમય સુધી સોળ કલાકથી વધુ સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોઝા કર્યા છે. કાળઝાળ ગરમીમાં પણ માત્ર 12 વર્ષની આ બાળકી હિંમતથી રોઝા રાખે છે.

અબ્દુલ રઝાક હાજી મોહમ્મદની દીકરી મુબસ્સિરા વર્ષોથી રોઝા રાખે છે. ચાલુ વર્ષે કોરોના રોગચાળાથી સમગ્ર વિશ્વના લોકોને નિજાત મળે તે માટે સતત સાડા ત્રણ મહિનાથી રોઝા કરી ખુદા પાસે દુવા માંગી હતી. તમામ લોકોની કોરોનાથી મહેફૂઝ રહે તેવી દુવા કરી હતી. અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે જેથી આવી દીકરીને જોઈ બીજી દીકરીઓ પણ ખુદાની બંદગી કરી રમજાન માસમાં રોઝા રાખે.

અન્ય સમાચારો પણ છે...