તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોત્સાહન:ભરૂચમાં કોરોના કાળમાં દર્દીઓને નિ:શુલ્ક સેવા આપવા બદલ દસ ઓટોરિક્ષા ચાલકોને સન્માનિત કરાયા

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યા

કોરોના કહેર દરમિયાન કોરોના નામના ભયથી પાડોશીઓ અને સગા સંબંધી પણ સામાન્ય રોગના દર્દીને મદદે આવવા આનાકાની કરતા જોવા મળ્યા છે. 108 જેવી એમ્બ્યુલન્સ પણ વ્યસ્ત હોય આવા કપરા સમયે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન, ભરૂચ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 10 જેટલી ઓટોરિક્ષા ચાલકોને કોરોના કે અન્ય નાના મોટા રોગોના દર્દીઓને પોતાના નિવાસસ્થાનેથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઈ જવાની સેવા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

7 એપ્રિલથી એમ્બ્યુલન્સ જેવી સેવા 10 ઓટોરિક્ષામાં શરૂ કરાઇ હતી

જેમાં દર્દીઓને લાવવા લઈ જતી નિઃશુલ્ક તમામ 10 ઓટોરિક્ષાનો નિભાવ ખર્ચ જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલ ચૂકવશે તેવી જાહેરાત કરાઈ હતી. જેમાં 7 એપ્રિલ 2021ના રોજથી એમ્બ્યુલન્સ જેવી સેવા માટે 10 ઓટોરિક્ષા શરૂ કરવામાં આવી હતી. જે સેવા આજદિન સુધી અવિરતપણે ચાલી રહી છે. જેમાં રાત દિવસની સેવા દરમિયાન અત્યાર સુધી 80 થી વધુ દર્દીઓને તેમના નિવાસસ્થાનેથી દવાખાને લાવવા લઈ જવાની સગવડ આપવામાં આવી છે.

જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના હોદ્દેદારોને સન્માનિત કર્યા

આવી સેવાથી પ્રભાવિત થઈ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ગોકુલ ભરવાડ, મંત્રી આરીફભાઈ,દિપક પટેલ સહિતના મહાનુભાવો ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે હાજર રહી દેશભરમાં ઉદાહરણરૂપી બનેલા એમ્બ્યુલન્સ જેવી સેવા બદલ 10 ઓટોરિક્ષા ચાલકો અને જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના હોદ્દેદારોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.

એકપણ રીક્ષા ચાલકને કોરોનાનો ચેપ લાગ્યો નથી

ઓટોરીક્ષા ચાલકો આર્થિક રીતે ભલે પાછળ હોય પણ મન અને શરીરથી મક્કમ હોય એ સેવામાં અત્યાર સુધી એકપણ રીક્ષા ચાલકને કોરોનાનો ચેપ લાગ્યો નથી. તેમજ જયભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના મહામારી ચાલુ રહેશે. તેમજ અમારી સક્ષમતા રહેશે ત્યાં સુધી આ એમ્બ્યુલન્સ સેવા ચાલુ રહેશે. તેમજ ફેડરેશનના પ્રમુખ જેન્તીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિમાં અમે હંમેશા પ્રજા અને સરકારની સાથે જ છીએ.

રીક્ષા અને બસ ચાલકો વચ્ચે ઘર્ષણ ન ઉભું થાય

જેથી પાંચ જૂનથી શરૂ થયેલી ભરૂચ સીટી બસ સેવાને અમે બિરદાવીએ છીએ. અમારો કોઈ આ બાબતે વિરોધ નથી. પણ રીક્ષા ચાલકો અને બસ ચાલકો વચ્ચે કોઈ ઘર્ષણ ન ઉભું થાય તેવી રીતે આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે તેવી આશા રાખીએ છીએ. સાથે જ ફેડરેશનના હોદ્દેદારો આરીફભાઈ તેમજ દિપક પટેલ પણ આ સમયે હાજર રહી એમ્બ્યુલન્સ જેવી સેવા બદલ 10 ઓટોરિક્ષા ચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...