મિંદિરનાં કપાટ ખૂલ્યાં:ભરૂચ-નર્મદામાં મંદિરો ખુલ્યા, ભક્તોની પાંખી હાજરી

ભરૂચ, ઝઘડિયા, રાજપીપલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શક્તિનાથ મંદિરે શિવજીના અભિષેક માટે ગર્ભગૃહના મુખ્ય દરવાજે કળશ બાંધ્યો

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતાં મોટાભાગના જાહેર સ્થળો શુક્રવારથી શરૂ થયાં છે. શુક્રવારે મંદિરો તો ખૂલ્યાં પણ દર્શનાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળી હતી. ભરૂચ શહેરમાં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ માટે મંદિર વ્યવસ્થાપકો દ્વારા શિવજીને અભિષેક માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગર્ભગૃહના મુખ્ય દરવાજા પાસે કળશ મૂકી તેમાં નીચેથી છીદ્ર પાડીને પાઈપ લગાવી શિવલિંગ સુધી લંબાવાઈ હતી. જેથી ભક્તો બહારથી જ શિવજીને અભિષેક કરી શકે.

ઝગડીયાનું પ્રખ્યાત ગુમાનદેવ મંદિર ખુલતાં હવે શુક્રવારે ભક્તોની હાજરી ઓછી દેખાઈ હતી. હવે આજે શનિવારે ભક્તો ઉમટે તેવી શક્યતા છે. મંદિર સંચાલકોએ સરકારની ગાઇડ લાઇન પ્રમાણે આયોજન કરી દર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યસ્થા કરી છે. ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી મહારાજે જણાવ્યું હતું કે, શુક્રવારથી ગુમાનદેવ મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂકાયું છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તો ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે અને માસ્ક ફરજીયાત ભરવાની રહેશે. સાગબારા તાલુકામાં આવેલું આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યું હતું.

સવારે 6 વાગ્યેથી મંગળા આરતી બાદ ભાવિક ભકતો માટે મંદિર ખુલતાં ભક્તો દર્શન અર્થે આવ્યા હતા. છેલ્લા કેટલાંય સમયથી બંધ મંદિરે હવે લોકો પોતાની બાધા આખડી પૂરી કરવા માનતા લઈને આવશે. પરંતુ મંદિર સંચાલકોએ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે પુરતી વ્યવસ્થા કરી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...