તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:29 નવેમ્બર સુધીમાં તાપમાન 13 ડિગ્રી સુધી ગગડતા ઠંડી વધશે, પશ્ચિમ હિમાલયના પવનોની અસરથી ઠંડી વધી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં ચાલુ અઠવાડિયામાં ઠંડીનો ચમકારો વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 29 નવેમ્બર સુધી વાતાવરણ અંગે આગાહી કરાઇ છે જેમાં આગામી ચાર દિવસોમાં ન્યુનતમ તાપમાન 13 ડિગ્રી સે. સુધી ગગડે તેવી શક્યતા છે. પશ્રિમ હિમાલય તરફથી વાતા ઠંડા પવનોને કારણે ભરૂચ સહિત ગુજરાતભરમાં ઠંડીનુ પ્રમાણ વધે છે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયા અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધતુ જ હોય છે. પરંતુ આ વખતે 13 ડિગ્રી સે. નોંધાય તેવી શક્યતા છે. પવનની સરેરાશ ગતિ વધીને 20 કિલોમીટર પ્રતિકલાક થાય તેવી સંભાવના છે.

ભરૂચમાં મંગળવારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સે. અને લઘુત્તમ 17 ડિગ્રી સે. નોંધાયુ હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 36થી 27 ટકા હતુ. પવનની સરેરાશ ગતિ 9 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. આજે લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રી સે. અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સે. નોંધાઇ શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43થી 28 ટકા નોંધાઇ શકે છે. પવનની સરેરશ ગતિ વઘીને 10 કિલોમીટર પ્રતિકલાક નોંધાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser