LCBની કાર્યવાહી:રાજસ્થાનના તસ્કરોને પકડવા ટીમો બનાવાશે, કંપનીની 60 લાખના પાઉડરની ચોરી કરી હતી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેજની રિલાયન્સ કંપનીમાંથી ઉત્તરાખંડ મોકલવા માટેનો કુલ 60.33 લાખની મત્તાનો REPLET QH5821 M નામનો સફેદ પાઉડર લઇને નિકળેલાં ટ્રેલર ચાલકે તમામ જથ્થો સગે કર્યો હતો. દરમિયાનમાં ભરૂચ એલસીબી અને દહેજ મરીનની ટીમે રાજસ્થાનથી તમામ મુદ્દામાલ શોધી કાઢ્યો હતો.પોલીસે કૌભાંડમાં સંડોવાયેલાં રાજુલાલ અંબાલાલ મીણા નામનો શખ્સ મુખ્ય સુત્રધાર હોવા સાથે સિતારામ ઉર્ફે સિયારામ ઉર્ફે રામવત્ર ફૈલીરામ મીણા, ટ્રેલરનો માલિક સિતારામ રામકિશન મીણા તેમજ ટ્રેલરનો ચાલકને પકડવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ બી એન સગરે જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે આખો કારસો પ્રિપ્લાન્ડ હોવાનું લાગીરહ્યું છે. આરોપીઓએ પહેલાં જ બોગસ સીમ ખરીદ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...