ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હીની ચૂંટણી ખર્ચ દેખરેખ માર્ગદર્શિકા મુજબ ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર યોગ્ય દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષણ તંત્ર ઉભું કરેલ છે. જેમાં વિધાનસભા દીઠ ફ્લાઇંગ સ્ક્વોડ -3, સ્ટેટીક સર્વેલન્સ ટીમ-3, વિડીઓ સર્વેલન્સ ટીમ-1, વિડીઓ વ્યુઇંગ ટીમ-1, એકાઉન્ટીંગ ટીમ-1ની રચના કરવામાં આવેલ છે.
ફ્લાઇગ સ્કવોડ આચારસંહિતા તથા ચૂંટણી ખર્ચ અંગેની ફરિયાદોના નિવારણ માટે તપાસ કરશે, સ્ટેટીંક સર્વેલન્સ ટીમ મતવિસ્તારના અલગ- અલગ નાકાઓ પર રહી તપાસ કરશે. વિડીઓ સર્વેલન્સ ટીમ ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચારની તપાસ કરી. આ ટીમો દ્વારા કેપ્ચર કરવામાં આવેલ વિડીયો સીડી વિડીઓ વ્યુઈંગ ટીમ જોઇને ખર્ચની આઈટમ નક્કી કરશે જ્યારે હિસાબી ટીમ નક્કી કરેલા દરોએ આ આઇટમ સામે ખર્ચ નક્કી કરશે. આ રીતે દરેક ટીમો ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખશે અને ચૂંટણી પંચને દરરોજ અહેવાલ મોકલશે. આ દરેક ટીમ ચૂંટણી જાહેર થયા તારીખથી પરિણામના દિવસ સુધી કાર્યરત રહેશે. જેની નોંધ જાહેર જનતાએ લેવા અનુરોધ કર્યો હતો.સોમવારના રોજ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હોવાથી હવે પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલશે ત્યારે તેમનો ખર્ચ પણ વધી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.