• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Tantra Reached Kankaria Village Of Amod On Conversion Issue, Purnesh Modi Said In depth Investigation Will Be Done To Punish The Guilty Severely.

સરકારની રક્ષણ આપવાની ખાતરી:ધર્માતરણ મુદ્દે તંત્ર આમોદના કાંકરિયા ગામે પોહચ્યું, પૂર્ણેશ મોદીએ કહ્યુ- દોષીઓને કડક સજા કરવા ઊંડાણથી તપાસ થશે

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા, SP, જિલ્લા BJP પ્રમુખે ગામની મુલાકાત લીધી
  • ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયું હતું

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. તેમજ તાજેતરમાં આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. જે સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો અને માઈન્ડ વોશ કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ ધર્મ અંગીકારમાં ગુરૂવારે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા અને DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા કાંકરિયા ગામે પોહચ્યાં હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા પણ જોડાયા હતા.

ગ્રામજનોની જરૂરિયાતો પૂરી કરવા સરકાર કટિબદ્ધ

મંત્રી અને સાંસદે ફરિયાદી પ્રવીણ વસાવા, સરપંચ સહિત સાથે વાત કરી સમગ્ર મામલે જાણકારી મેળવી હતી. તેમજ ધર્માંતરણ મુદ્દે ફરિયાદી અને અન્યને રક્ષણ આપવાની ખાતરી આપી હતી. સાથે જ દોષીઓને કડક સજા માટે ઊંડાણપૂર્વક તપાસ થશે તેમ જણાવી ગ્રામજનોની મુંઝવણો, સમસ્યા અને પ્રશ્નોનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનોની તમામ જરૂરિયાતો પૂરી કરવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ મંત્રી, સાંસદે ગામમાં જણાવી કોઈએ ભયભીત થવાની જરૂર નહીં હોવાનું કહ્યું હતું.

ધર્મ નહિ બદલવા ખાસ સમજાવવામાં આવ્યાં

ધર્માંતરણ મુદ્દે ખાસ કરી સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને કોઇનાથી નહિ ડરવા તેમજ ખોટા પ્રલોભનમાં ભોળવાઈ પોતાનો ધર્મ નહિ બદલવા ખાસ સમજાવ્યાં હતા. તેઓની કોઈ પણ સમસ્યા અને જરૂરિયાતો રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂર્ણ કરવા કાર્યરત હોવાનું તેમણે ઉમેરી સરકારી અને કાયદાકીય તમામ સુરક્ષા અને પાયાની પ્રાથમિક સવલતો પુરી પાડવા કહ્યું હતું.

કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની ખાતરી

જિલ્લા પોલીસવડાએ ફરિયાદી અને સરપંચ સહિત અન્ય ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી તેમને તમામ કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી ધર્માંતરણ અંગેની વિગતો મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે , ધર્માંતરણમાં 9 આરોપીઓ સામે ફરિયાદ બાદ 4 ની ધરપકડ કરી લેવાઈ છે. જેઓની તપાસ માટે પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવી અન્ય 5 આરોપીઓને હસ્તગત કરવા તપાસ આગળ ધપાવી છે.

આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયું હતું. એક તરફ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ફરિયાદ કરનાર યુવાનને ધાકધમકીઓ આપવામાં મળી રહી છે. આ અંગે ગામના સરપંચ અનિલ વસાવાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામમાં ધર્માંતરણની ગેરપ્રવૃત્તિ ચાલી રહી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મામલે જણવ્યું હતું કે, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ફંડીંગ ક્યાંથી? કયા માધ્યમથી? કોના દ્વારા? અને કોને મોકલવામાં આવ્યું છે? જેવા પ્રશ્નોના પોલીસ જવાબ શોધી રહી છે.

આમોદના હિન્દૂ સંગઠનના અગ્રણી મુકેશ જાદવે જણાવ્યું હતું કે, દાયકાથી સતત આદિવાસીઓના ધર્માંતરણના પ્રયાસ ચાલી રહ્યા હતા. જોકે, વર્ષ 2018 બાદ પૈસાની લાલચનો પેતરો સફળ રહેતા 100થી વધુ લોકોનું ધર્મ પરિવતર્ન કરાવવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...