તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Tanker Loaded With Ammonia Nitrate Chemical Fell Into The River From Bridge, Following A Gas Leak Fire Brigade Team Arrived At The Scene Near Ankleshwar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર:પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યું, ગેસ લીકેજને પગલે ફાયર બ્રિગેડની ટીમે ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • બ્રિજ પરથી ટેન્કર નીચે ખાબકતા ડ્રાઇવર અને ક્લિનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ  ભરેલુ ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યુ હતું. ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને પગલે દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડે ગેસ લીકેજ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અને ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જોકે ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થઇ હતી, જેથી તેઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીનું ટેન્કર હોવાનું જાણવા મળ્યું
નેશનલ હાઇવે નં-48 ઉપર મોસાલી ગામ પાસે બ્રિજ પરથી બેકાબૂ ટેન્કર અમરાવતી નદીમાં ખાબકતા ઓફલાઈન ગેસ લીક થયો છે. ટેન્કર સુરત તરફથી દહેજ જતું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે. દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટેન્કર હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેમની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઇ છે.

નદીમાં ખાબકેલુ ટેન્કર
નદીમાં ખાબકેલુ ટેન્કર
નદીમાં ટેન્કરમાં ખાબકતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
નદીમાં ટેન્કરમાં ખાબકતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

(અહેવાલ અને તસવીરોઃ હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)    

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો