વાગરા તાલુકામાં આવેલાં મુલેર ગામના તલાટી કમ મંત્રી તેમની અફિસમાં હતા. તે વેળાં જાગેશ્વર ગામના શખ્સે તેમને ફોન કરી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. વાગરા પોલીસ મથકે ધમકી આપનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વાગરા તાલુકામાં આવેલાં મુલેર ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં અને ભરૂચના શક્તિનાથ ખાતે મારૂતિ કોમ્પ્લેક્ષમાં રહેતાં વિક્રમસિં ચેલાભાઇ ચાવડા ગત 31મી મેના રોજ સાંજના સમયે મુલેર ગ્રામ પંચાયતમાં તેમની કામગીરીમાં હતાં. તે વેળાં જાગેશ્વર ગામના વિઠ્ઠલ રાયમલ પટેલે તેમને ફોન કર્યો હતો.
ફોન પર તેઓએ અચાનક અપશબ્દો ઉચ્ચારવાનું ચાલુ કરતાં વિક્રમસિંહે તેમને અપશબ્દો નહીં બોલવા કહેતાં તેને અપશબ્દો ન બોલવાનું કહેતાં તેણે વધુ આવેશમાં આવી તારે હવે જાગેશ્વર ગામમાં આવવાનું નહીં તું આવશે તો તને જાનથી મારી નાંખીશ અને ગ્રામ પંચાયતને તાળું મારી દઇશ. ઘટનાને પગલે તેમણે તેમના ઉપરી અધિકારી સાથે ચર્ચા કર્યાં બાદ ફરિયાદ નોંધાવની સુચના મળતાં તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.