તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઘરમાંથી રૂપિયા લઇને બાળક મુંબઇ જઇ પરત ભરૂચ આવ્યો

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ ઠપકો આપતાં દહેજથી ભાગેલો બાળક ભરૂચથી મળ્યો

દહેજ નજીક આવેલાં એક ગામમાં રહેતો બાળકને તેના પિતાએ આસપાસના બાળકો સાથે ઝઘડો કરવાના મુદ્દે ઠપકો આપતાં તેને લાગી આવતાં તે ઘરેથી ભાગી ગયો હતો. બાળક ગુમ થતાં ગભરાયેલાં પરિવારજનોએ તેનું અપહરણ થયું હોવાની આશંકા સાથે દહેજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે દહેજ પોલીસ મથકના પીઆઇ અનિરૂદ્ધસિંહ ગોહિલે બે ટીમો બનાવી બાળકને શોધવાની કવાયત હાથ ધરી હતી.

ઉપરાંત તેના ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ કરવા સાથે વિસ્તારના સીસીટીવીના ફુટેજ ચકાસી તેના પગેરૂં મેળવવાની કવાયત હાથ ધરી હતી. અરસામાં ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે રીક્ષા ચલાવતાં રાહૂલ આહિર(રહે. સહજાનંદ રેસીડન્સી, દાંડિયાબજાર, ભરૂચ)એ સોશિયલ મિડિયા પર વાયરલ ફોટાના આધારે બાળકને ઓળખી જતાં તેની પ્રાથમિક પુછપરછ કરી તેને પોતાની રીક્ષામાં દહેજ પોલીસ સ્ટેશને પહોંચી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બાળકીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, પિતાએ ઠપકો આપતાં તે ઇકો કારમાં ભરૂચ પહોંચ્યો હતો. જ્યાંથી તે અન્ય વાહનમાં સૂરતના કડોદરા ખાતે અને ત્યાંથી મુંબઇ ગયો હતો. જે બાદ તે મુંબઇથી ટ્રકમાં ભરૂચ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...