વીડિયો વાયરલ:ભરૂચનાં શો-રૂમમાં ભીડનો લાભ ઉઠાવી બે યુવતી બૂટની ઉઠાંતરી કરી નાસી છૂટી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશન રોડ પર આવેલા ફૂટવેરના એક શો-રૂમના સીસીટીવીનો વીડિયો વાયરલ થયો

દિવાળીના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે કપડા, બુટ સહિતના વેપારીઓએ સેલ શરૂ કરી દીધાં છે. દુકાનોની સામે વિવિધ વસ્તુઓના ઠગલા જોવા મળે છે. ઉપરાંત દુકાનોમાં પણ ગ્રાહકોની ભારે ભીડ જામી રહી છે. ત્યારે ગરાકીની આડમાં સામાન ચોરી કરનારાઓ પણ પોતાનો કસબ આજમાવી જતાં હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં એક બુટના શોરૂમમાં બન્યો હતો.

સ્ટેશન રોડ પરના બુટના શોરૂમમાં દિવાળીને લઇને ખરીદદારોની ભારે ભીડ જામી હતી. તે વેળાં એક મે યુવતિઓ ત્યાં આવી હતી. તેઓએ પહેલાં શોરૂમની બહાર મુકેલા બુટ-ચંપલ જોવાનું નાટક કર્યાં બાદ એક યુવતિના ઇશારે તેની અન્ય સાગરિત યુવતિ શો-રૂમમાં પ્રવેશી હતી. તેણે અંદર પ્રવેશતાં જ કાઉન્ટર પાસે મુકેલાં મોંઘાદાટ બુટોનું એક બોક્ષ ઉંચકી આસપાસના લોકો તરફ નજર ફેરવી તક મળતાં ત્યાંથી મોંઘેરા બુટ લઇને દુકાનની બહાર નિકળી ગઇ હતી. જ્યાં તેની સાથેની અન્ય યુવતિ પણ તેની સાથે જોડાતાં બન્ને ત્યાંથી નાસી છુટ્યાં હતાં.

દરમિયાનમાં દુકાન સંચાલકોને સીસીટીવીના ફૂટેજમાં ચોરીની જાણ થતાં તેઓએ બન્નેને શોધવાનો પ્રયાસ કરતાં બન્નેનો પાંચબત્તી સુધી પિછો કર્યો હતો. જોકે, બન્ને એક કારની પાછળ સંતાઇ ગઇ હતી. તેમ છતાંય દુકાનદારે બન્નેને ઝડપી પાડી હતી. જોકે, આ લખાય છે ત્યાં સુધી બનાવ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ તેમના સીસીટીવી ફૂટેજના વિડિયો સોશિયલ મડિયા પર વાયરલ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...