આવેદન / શિક્ષણ માફિયા પર કાર્યવાહી કરો નહીતર આંદોલન કરાશે

Take action against the education mafia otherwise there will be agitation
X
Take action against the education mafia otherwise there will be agitation

  • પ્રથમ સત્રની ફી માફ કરાવવા NSUIનું આવેદન

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ભરૂચ. ભરૂચ જિલ્લામાં કોરોનાની જેમ જ શિક્ષણ માફિયાઓ એક્ટિવ થયા છે. શાળા-કોલેજોમાં હાલ શૈક્ષણિક કાર્ય બંધ છે. શાળા-કોલેજોની પ્રથમ સત્રની ફી માફ કરાવવા માટે ભરૂચ એનએસયુઆઇ ફરી મેદાને આવ્યુ છે. ગુરૂવારે ફી માફી અને વાલીઓને ફી ભરવા દબાણ કરતી શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા એનએસયુઆઇએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. ભરૂચ એનએસયુઆઇના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્યુ હતુ કે, શિક્ષણ માફિયાના કારનામા વિરુદ્ધ આવેદનો બહુ થયા, હવે તેમના પર કાર્યવાહી કરો નહીતર જલદ આંદોલન માટે વહીવટી તંત્ર તૈયાર રહો. શિક્ષણ માફિયાઓએ કોરોના જેવી મહામારીમાં પણ માનવતા નેવે મુકી છે. સરકાની છત્ર છાયામાં કેટલીક સંસ્થાઓ ફીની ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. હમણા સુધી ઘણા આવેદનો આપીને વહીવટી તંત્રનું ધ્યાન દોર્યુ તેમ છતાં શિક્ષણ માફિયાઓ બંધ થવાનું નામ નથી લેતા. તેમને રોકવાનો હવે આંદોલન જ માત્ર ઉપાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી