તપાસ શરૂ કરવામાં આવી:દહેજના દરિયાકિનારેથી શંકાસ્પદ બોટલો મળી, સફેદ રંગની બોટલો ઉપર ફ્રેંચ ભાષામાં લખાણ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં થયેલાં લઠ્ઠાકાંડ બાદ ભરૂચ જિલ્લામાં મિથેનોલનો ઉપયોગ કરતી કંપનીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આવા સંજોગોમાં નર્મદા નદી અને મહીસાગર નદીના મુખ વિસ્તારો તેમજ દહેજ અને ખંભાતના દરિયાકિનારેથી શંકાસ્પદ બોટલો મળી આવી છે. આ બોટલોના ઘણા ખોખાઓ પાણી સાથે કિનારા વિસ્તારોમાં ખેંચાઇ આવ્યાં છે.

આ બોટલો પર મોટાભાગનું લખાણ ફ્રેચ ભાષામાં લખવામાં આવ્યું છે. દહેજના દરિયાકાંઠા વિસ્તારમાંથી આવી બોટલો મળતાં પોલીસનું ધ્યાન દોરવામાં આવતાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબકકે વિદેશી જહાજમાંથી આ બોટલો કચરા સ્વરૂપે ફેકવામાં આવી હોય અથવા તો પડી ગઇ હોય તેવી સંભાવના જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...