અંકલેશ્વર શહેર પોલીસે નવજીવન હોટલ પાછળ આવેલ લક્ષ્મી કાંટા નજીકના ગોડાઉન પાસેથી ટેમ્પોમાં ભરેલી લોખંડની પ્લેટો સહિત શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી કુલ 4.32 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે નવજીવન હોટલ પાછળ આવેલા લક્ષ્મી કાંટા નજીક ગોડાઉન નંબર-2માં આઇસર ટેમ્પો (નંબર-જી.જે.16.એ.યુ.5674) માં શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે ગોડાઉન પાસે ઉભેલા ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી લોખંડની પ્લેટો અને ચેનલો મળી આવી હતી. પોલીસે ગોડાઉનમાં હાજર બે ઈસમોને ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે 4420 કિલો ભંગાર અને ટેમ્પો મળી કુલ 4.32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગોડાઉન ખાતે રહેતા વિરલ જગદીશ ઠક્કર અને સારંગપૂર ગામની નવી નગરીમાં રહેતા મનીષ રમેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.